- વિદ્યાર્થીઓએ માત્ર 29 ગ્રામ વજનના સેટેલાઈટનું નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
- સેટેલાઇટ વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયા અને યુનિવર્સલ રેકોર્ડ ઓફ ફોરમમાં શામેલ
- હોકસેટ 21નું વજન – 29 ગ્રામ અને સાઈઝ 3.2 સેમી ક્યુબ છે
સુરત : સુરત સિટીના યુવાનો મોટાભાગે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ હવે સુરતના યુવાનો આકાશને આંબવાની તૈયારીઓ કરી રહ્યા છે. સુરતના ત્રણ અંડરગ્રેજ્યુએટ એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓએ કમાલ કરી દીધી છે. મેકેનિકલ એન્જીનિયરિંગ કરનાર 25 વર્ષીય નિવેદ હરીશ કમ્પ્યુટર એન્જીનિયરિંગ કરનાર 20 વર્ષીય અખિલેશ યાદવ અને મેકેનિકલ એન્જીનિયરિંગ કરનાર 22 વર્ષીય હસન પાત્રાવાલાએ હોકસેટ નામનું સૌથી ઓછું વજન ધરાવતો વિશ્વનો પ્રથમ સેટેલાઈટ ( World's Smallest Satellite ) બનાવ્યો છે. જે વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયા ( World Records of India ) અને યુનિવર્સલ રેકોર્ડ ઓફ ફોરમમાં ( Universal Records of Forum ) શામેલ થયો છે. સુરતમાં નિર્મિત લાઈટ વેઇટ સેટેલાઈટ યુક્રેનની સેટેલાઈટ એજન્સી દ્વારા વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે.
ઉંચાઈ- પૃથ્વી ઉપર 80થી 100 કિમી રહેશે
સુરતમાં બનાવેલો હોકસેટ સેટેલાઇટ પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે.આ સેટેલાઈલ સોલાર રેડિયેશનને મેજર કરશે. જેથી ઓઝોનને થતી ક્ષતિ અંગેની માહિતી મેળવી શકાશે તેમજ તે વિસ્તારમાં મેગનેટ ક્ષેત્રના ડેટા પર નજર રાખશે. ટીમના મેમ્બર અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, હોકસેટ 21નું વજન – 29 ગ્રામ છે. જેની સાઈઝ 3.2 સેમી ક્યુબ છે અને ઉંચાઈ- પૃથ્વી ઉપર 80થી 100 કિમી રહેશે. અગાઉ તે રેકોર્ડ કલામસેટના નામે હતું. તેનું વજન 64 ગ્રામ અને કદ 3.8 સેમી ક્યુબ હતું.