સુરત: પવિત્ર શ્રાવણ માસમાં આજે ETV Bharat આપને સુરતમાં આવેલું વિશ્વનું એક માત્ર 1751 કિલોના પારદ(મરક્યુરી)નું શિવલિંગના દર્શન કરાવશે. આ અદભુત પારાનું શિવલિંગ આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશથી લોકો આ શિવલિંગનું દર્શન કરવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો:Shravan Month 2022 : દરિયા વચ્ચે બિરાજમાન મહાદેવ શિવ ભક્તો માટે અતિપ્રિય
પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર પડ્યું - સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ સ્થિત પરદેશ્વર મહાદેવ મંદિર સુરતનું ગુજરાતનું નહીં, પરંતુ વિશ્વનો સૌથી પહેલું 1751 કિલોના પારદ(મરક્યુરી)ના શિવલિંગ(Mercury filled Shivlinga) છે. પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર(Paradeshwar Mahadev Temple) પડ્યું છે. પૌરાણિક કથાઓમાં પણ ભારત શિવલિંગનો અનોખી મહિમાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે, પારદ શિવલિંગ શિવની શક્તિનું ઘર છે અથવા આસ્થાનું ઘર તેને કહી શકાય. પારદ શિવલિંગના દર્શનથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. કહેવાય છે કે પોતે ભગવાન શિવે કહ્યું છે કે, મને જ્યોતિર્લિંગની પૂજા, દર્શનની અપેક્ષા માત્ર એક ભારત શિવલિંગના દર્શનથી(Darshan of Bharat Shivlinga) થઈ શકે છે. પુરાણોમાં ભારત શિવલિંગનું દર્શન પુણ્યદાયી કહેવાય છે.
આ પણ વાંચો:રુદ્રાક્ષ, માટીના નહિ પણ હજારો મોતીના શિવલિંગ, આ રીતે બનાવાઇ શિવલિંગ
દેશ વિદેશથી ભક્તો આવે છે -આમ તો દેશના અનેક શહેરોમાં પારદર્શક શિવલિંગ છે. અટલ આશ્રમમાં ભારત શિવલિંગ કે જે 1751 કિલોના પારદ(મરક્યુરી)થી બનેલું છે તે અદભુત અને વિશાળ છે. આ શિવલિંગ અંગે અટલ આશ્રમના મહંત(Mahant of Atal Ashram) બટુક ગિરી મહારાજે જણાવ્યું હતું કે, આ વિશાળ શિવલિંગના દર્શનથી ભાવિક ભક્તોના દુઃખ દર્દ દૂર થાય છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અને મહિનામાં એકવાર આવતી પરદોષની પૂજા માટે પણ આ શિવલિંગની પૂજા કરવાનું ઘણું ધાર્મિક મહાત્મય છે. એવું પણ કહેવાયું છે કે પારદ શિવલિંગના દર્શન માત્રથી 100 અશ્વમેઘ યજ્ઞ, કરોડો ગાયોનું 1 હજાર સુવર્ણ મુદ્રાનું દાન, બધા તીર્થો પર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે. તેની બરાબર જ પારદ શિવલિંગના પૂજન અને દર્શનથી મળે છે. અહીં દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવે છે.