સુરત :23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ (World Book Day 2022) તરીકે જાણીતો છે. ઐતિહાસિક પુસ્તકો અનુસાર સુર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલું સુરત શહેરનો ઇતિહાસ અતિ ભવ્ય છે. જેને માત્ર સુરત, ગુજરાત કે દેશના જ નહીં પરંતુ વિદેશી ઇતિહાસકારોએ પણ નોંધ્યો છે. 17મી સદીમાં સુરત આવેલા વિદેશી પ્રવાસી થેવેનોટ, મંડેલ્સલો, ટેવેરનીયર વગેરેએ પણ પોતાની ડાયરીમાં સુરતના ભવ્ય ઈતિહાસનો ઉલ્લેખ કર્યો છે. જેનું રીપ્રિન્ટ થયેલું પુસ્તક સુરતના સંજય ચોકસીએ સાચવ્યું છે.
વિશ્વ પુસ્તક દિવસ નિમિતે સુરતમાં આવેલા યુરોપિયનને લઈને ભવ્ય ઇતિહાસની વાતો જાણો. અનુભવેલી ઘટનાઓનો વિસ્તારપૂર્વક નોંધ -સુરતનો સ્પષ્ટ ઉલ્લેખ પંદરમી સદીની શરૂઆતથી જ જોવા મળે છે. આ પ્રદેશ પર અનેક રાજકુળોએ શાસન કર્યું હતું. તેની સાબિતી સુરતમાંથી મળી આવેલા અનેક તામ્રપત્રો પરથી જણાઈ આવે છે. 17મી અને 18મી સદીમાં સુરત વિશ્વભરના વેપારીઓ માટે આયાત નિકાસનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. તેને લઈને સુરત દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવતું હતું. ઘણા યુરોપીયન પ્રવાસીઓ તેમજ અન્ય દેશોના પ્રવાસીઓ સુરત આવ્યા હતા. જે તે સમયે આ પ્રવાસીઓ પોતાની સાથે એક ડાયરી રાખતા હતા અને તેમાં તે સ્થળ વિશે તેમણે જોયેલી કે અનુભવેલી (Celebrating World Book Day) ઘટનાઓનો વિસ્તારપૂર્વક નોંધ કરતા હતા.
ઇતિહાસકારો ઓથેન્ટિક માને છે - સુરત પ્રવાસે આવતા ઘણા યુરોપીયન (Book Written by a European on Surat) પ્રવાસીઓ તેમની ડાયરીઓ યુરોપ જઈને પ્રિન્ટ કરાવી હતી. જેમાં સુરતના આંતરરાષ્ટ્રીય વેપાર, સાહિત્ય, કલા, રીતિ રિવાજો, સ્ટ્રક્ચર વગેરે વિશેની અનેક બાબતોનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખ તેમણે નજરે જોયેલી હોય એવી ઘટનાઓનો હોવાથી ઇતિહાસકારો તેને ઓથેન્ટિક માને છે. જેમને કારણે સુરતના વૈવિધ્ય સભર ઐતિહાસિક વારસાની નોંધ લેવાઈ છે. સુરતના ઐતિહાસિક વારસા અંગેના પુસ્તકો માત્ર સુરતમાં જ નહીં પરંતુ દિલ્હી, કોલકાતા (Historical Book Written on Surat) અને મુંબઈ જેવા શહેરોમાં પણ પ્રિન્ટ કર્યા છે.
આ પણ વાંચો :23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ, જાણો પુસ્તકોની અદ્ભુત દુનિયા વિશે
યુરોપિયન પ્રવાસીઓની ડાયરીમાં ઉલ્લેખ - ઇતિહાસકાર સંજય ચોકસીએ કહ્યું કે, સુરતના જે ઇતિહાસકારો છે જેમણે સુરત વિશેનો ઇતિહાસ લખ્યો છે. તેઓએ યુરોપિયનોની ડાયરી પરથી લખ્યો છે. તેને એકદમ પ્રમાણિત માનવામાં આવે છે કારણ કે, તે સમકાલીન વિગતો છે. પરંતુ 17-18મી સદીમાં યુરોપીયન પ્રવાસીઓએ અહીં જે કંઈ પણ ઘટના જોઈ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ જોયો તે તેમણે તેમની ડાયરીમાં નોંધ્યો હતો. આ ડાયરી તેમણે યુરોપ જઈને પ્રિન્ટ કરાવી હતી. ઓરીજનલ ડાયરીઓ આજે દેશ-વિદેશની જુદી જુદી લાઈબ્રેરીમાં છે. મારી પાસે રિપ્રિન્ટ થયેલી ડાયરી છે જેમાંથી સુરતની ઐતિહાસિક વિગતોની જાણકારી મળે છે. યુરોપીયન પ્રવાસી ઓવિંગટનની આખી ડાયરી સુરત વિશે છે. આ ઉપરાંત પ્રવાસી થેવેનોટ, ટેવેરનીયરે તેમની ડાયરીમાં નોંધ્યું છે. પીટર વોન ડેન ગ્રો ડચ કોઠીના કમાન્ડર હતા. તેમણે પણ સુરત વિશે લખ્યું છે અને તેનો ગુજરાતી અનુવાદ મેઘાણીએ પણ કર્યો છે.
આ પણ વાંચો :International Book Day: જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ લાઇબ્રેરીમાં 200 વર્ષ જૂની ગોલ્ડ પ્લેટેડ ગ્રંથો છે, જાણો આ વિશેષ અહેવાલ
વર્ષ 1860નું પુસ્તક જૂનામાં જૂનું -જૂના પુસ્તકોમાં પારસીઓના પુસ્તક રેર ગણાય છે. તેઓ અહીં સ્થાયી થયા પછી તેમણે તેમનું યોગદાન આપ્યું છે. એમાંથી 'સુરતની તવારીખ' વર્ષ 1860નું પુસ્તક છે જે જૂનામાં જૂનું ગણાય છે. તેમજ ભારત સરકારનું ગેઝેટ યર જે વર્ષ 1877માં પ્રકાશિત થયું હતું. તેને પણ જૂનું માનવામાં આવે છે. આ ઉપરાંત યુરોપિયન પ્રવાસીએ તેમની ડાયરીમાં માત્ર લખાણ જ નહીં. પરંતુ તેમના જે તે સ્થળોના પ્રવાસનો (World Book Day Wishes) નકશો પણ બનાવ્યો હતો. જેમાં સ્પષ્ટ વિગતો લખવામાં આવી છે અને એટલું જ નહીં સુરતના વેપાર વિશે આંકડાના કોષ્ટક પણ બનાવાયા છે.