- લગ્નસરામાં રાત્રિ કર્ફ્યૂને કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોનો વિરોધ
- 100 કારનો કાફલો દોડાવી અનોખી રીતે વિરોધ
સુરત: કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો જેને લીધે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો ભારે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આ અંગે ગુરૂવારે વિવિધ બેનરો સાથે સુરત શહેર સાઉન્ડ એન્ડ લાઈટ એસોસિએશન, મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક , કેટરિંગ , ફોટોગ્રાફર , આર્ટિસ્ટ, એલ.ઈ.ડી. વગેરેનો વ્યવસાય કરતા લોકોએ એકત્ર થઇ સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.