ગુજરાત

gujarat

ETV Bharat / city

બારડોલી તાલુકા પંચાયતના 471 વિકાસના કામોના વર્કઓર્ડર વિતરણ કરાયા - ટાઉનહોલમાં કાર્યક્રમ

સુરતમાં બારડોલી તાલુકા પંચાયત (Bardoli Taluka Panchayat) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર (Minister for Social Justice and Empowerment Ishwar Parmar) પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં રાજ્યપ્રધાનના હસ્તે બારડોલી તાલુકાની ગ્રામ પંચાયતોને 15મા નાણાંપંચ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 471 વિકાસ કામો માટે 7.30 કરોડ રૂપિયાના વહિવટી મંજૂરીવર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બારડોલી તાલુકા પંચાયતના 471 વિકાસના કામોના વર્કઓર્ડર વિતરણ કરાયા
બારડોલી તાલુકા પંચાયતના 471 વિકાસના કામોના વર્કઓર્ડર વિતરણ કરાયા

By

Published : Aug 20, 2021, 3:01 PM IST

  • સુરતમાં બારડોલી તાલુકા પંચાયત (Bardoli Taluka Panchayat) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું
  • કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર (Minister for Social Justice and Empowerment Ishwar Parmar) પણ ઉપસ્થિત રહ્યા
  • રાજ્ય પ્રધાનના હસ્તે 7.30 કરોડ રૂપિયાના વહિવટી મંજૂરી વર્ક ઓર્ડરનું (Work Order) વિતરણ કરાયું

સુરતઃ બારડોલીમાં તાલુકા પંચાયત દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અહીં રાજ્ય પ્રધાનના હસ્તે બારડોલી તાલુકાની ગ્રામ પંચાયતોને 15મા નાણાપંચ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના હેઠળ 471 વિકાસ કામો માટે 7.30 કરોડ રૂપિયાના વહિવટી મંજૂરી વર્કઓર્ડરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-સરકારની 5 વર્ષની ઉજવણી: જ્ઞાન શક્તિ દિવસમાં સૌરભ પટેલ રહ્યા હાજર

બારડોલી તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં 42 કરોડના કામ થયા

બારડોલીમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારના પ્રયાસોના કારણે આજે ગ્રામ પંચાયતને વર્ષે લાખો રૂપિયાના વિકાસ કામો માટે નાણાં મળી રહ્યા છે. એક સમય હતો. જયારે ગામના સરપંચને એક કામ કરવા આખું વર્ષ નીકળી જતું હતું. આજે ગ્રામ પંચાયતો પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને સી.સી.ટી.વી. કેમેરા (CCTV Camera), ઈન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓ તરફ ડગ માંડ્યા છે. ત્યારે 14મા નાણાપંચ હેઠળ છેલ્લા 5 વર્ષમાં બારડોલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં 42 કરોડ રૂપિયાના વિકાસકામો થયા છે. સત્તાના માધ્યમથી સેવાના મંત્ર સાથે આ સરકાર કાર્ય કરી રહી છે

આ પણ વાંચો-સુરતના ઉમરપાડા તાલુકાના આંગણવાડીના 3,757 બાળકોને નિઃશુલ્ક Uniform વિતરણ કરાયું

આગામી વર્ષ મારે 777 પૈકી 471 વિકાસના કામો મંજૂર

રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન 2021-22ના વર્ષ માટે બારડોલી તાલુકાને કુલ 777 વિકાસકામો માટે 13.67 કરોડ રૂપિયા પૈકી આજે 471 વિકાસ કામો માટે 7.30 કરોડ રૂપિયાના વહિવટી મંજૂરી વર્કઓર્ડરો વિતરણ કરાયા છે. ત્યારે આવનારા સમયમાં ગામોના ખૂટતા વિકાસકામો પણ પૂર્ણ થશે.

સરકારની ગ્રાન્ટથી ગ્રામપંચાયતો સદ્ધર થઈ: ભાવેશ પટેલ

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, એક સમયે પંચાયતો પાસે લાઈટ બિલ ભરવા કે વોટર વર્ક્સ ચલાવવાના માટે પૈસા ન હતા. આજે સરકારે ગ્રામ પંચાયતોને વિકાસના કામો માટે લાખો રૂપિયાની ગ્રાંન્ટો પંચાયતોને આપી રહી છે. વ્યવસાય વેરોની આવક સીધી ગ્રામ પંચાયતોમાં જમા થવાના કારણે તેમજ સરકારની ગ્રાંન્ટોના કારણે પંચાયતો સધ્ધર થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details