- સુરતના વેસુમાં મહિલાની હિંમતનું ઉદાહરણ સામે આવ્યું
- એકલી જતી મહિલાને 3 ઉઠાઉગીરોએ બનાવી હતી નિશાન
- મહિલાએ સામનો તો કર્યો જ, એકને પકડી પણ લીધો
સુરતઃ સુરતમાં અવારનવાર ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. તેજ રીતે આજે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા પોદાર રેસીડેન્સી પાસે એક બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સોએ એકલી મહિલાનાં ગળામાંથી ચેઇન-ઝૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે મહિલા દ્વારા આ ત્રણ ચેઇન સ્નેચરોનો હિંમતથી સામનો કરતા એક ચેઇન સ્નેચરને દબોચી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજુબાજુના સિક્યુરિટી ગાર્ડ દોડીને આવતા બીજા બે ચેઇન સ્નેચરો ભાગી ગયાં હતાં. જોકે આવા અસામાજિક ચેઇન સ્નેચરો રસ્તે ચાલતા એકલા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હોય છે. આજે પણ આ ચેઇન સ્નેચરો દ્વારા આજ રીતે એક મહિલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.
મહિલાએ ખૂબ જ હિંમતથી ચેઇન સ્નેચરોનો સામનો કર્યો
મહિલાએ ખૂબ જ હિંમતથી આ ચેઇન સ્નેચરોનો સામનો કર્યો હતો. આ જોતાં જ પોદાર રેસિડેન્સીના સિક્યુરિટી ગાર્ડ અને આજુબાજુના લોકો દોડી આવતા ચેઇન સ્નેચરોમાંથી એકને મહિલાએ દબોચી લીધો હતો પરંતુ બીજા બધા આવતા જ બાકીના બે ચેઇન સ્નેચરો ભાગી ગયા હતાં. જોકે એક ચેઇન સ્નેચરને પકડવા બાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ આ એક ચેઇન સ્નેચરોને પકડવામાં મહિલાએ આ સમાજ માટે ખૂબ જ હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નીડરતાની સાથે આ મહિલાએ ચેઇન સ્નેચરોનો સામનો કર્યો છે.
આ પણ વાંચોઃ દેશમાં સૌથી ઓછા કોરોના પોઝિટિવિટી રેટમાં 0.7 ટકા સાથે સુરત સામેલ