સુરત : આદિવાસી સમાજના બ્રેઈનડેડ હીના ચૌધરીએ અંગદાન કરીને પાંચ (Organ Donation in Surat) વ્યક્તિઓને નવજીવન બક્ષી છે. 11 મી એપ્રિલના રોજ બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને સુરતની કિરણ હોસ્પિટલમાં (Surat Kiran Hospital) સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન સામે આવ્યું હતું.
હીના ચૌધરીના પરિવારે અંગદાન કરાવ્યું અંગદાનનું મહત્વ અને સમગ્ર પ્રક્રિયા -12 એપ્રિલના રોજ કિરણ હોસ્પીટલના ડોક્ટરોએ હીના ચૌધરીને બ્રેઈનડેડ જાહેર કરતા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક, પ્રમુખ નિલેશ માંડલેવાલાને ટેલીફોનીક સંપર્ક કરી હીના ચૌધરીના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલની સાથે રહી હીના ચૌધરીના પતિ રસીલ ચૌધરી, દિયર સુનીલ, પ્રવીણભાઈ અને રીતેશભાઈને અંગદાનનું મહત્વ (Importance of Organ Donation) અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
આ પણ વાંચો :Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન
અંગદાનને લઈને સમાજને સંદેશો - હીના ચૌધરીના પતિ રસીલ ચૌધરીએ જણાવ્યું કે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું પરંતુ અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. ત્યારે મારી પત્નીના અંગોનું દાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને (Braindead Woman Organ Donation in Surat), નવજીવન આપ્યું છે. આજે સમાજમાં લોકો અંગદાન માટે આગળ આવતા નથી. જેને કારણે જરૂરિયાત મંદ દર્દીઓને નવજીવન મળી શકતું નથી. જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઈનડેડ થાય ત્યારે તેઓના અંગદાન માટે તેઓના પરિવારજનોએ આગળ આવવું જોઈએ.
કિડની અને લીવર હોસ્પીટલને ફાળવવામાં આવ્યા - દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં ડૉ.રવિ મોહન્કા અને તેમની ટીમ દ્વારા એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ, 23 વર્ષીય યુવકમાં બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ, 50 વર્ષીય વ્યક્તિમાં ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવારીયા અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ 50 વર્ષીય અને 54 વર્ષીય મહિલામાં ડૉ.સંકેત શાહ અને તેમની ટીમ દ્વારા કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. કિરણ હોસ્પિટલમાં કેડેવરિક કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શરૂ થવાને કારણે સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને તેનો લાભ મળી રહ્યો છે.
આ પણ વાંચો :Organ Donation In Surat: સુરતમાં હાથનું દાન કરાવવાની બીજી ઘટના, મહારાષ્ટ્રની 35 વર્ષની મહિલાને મળી નવી જિંદગી
1001 અંગો અને ટીસ્યુઓના દાન -ઉલ્લેખનીય છે કે હીના ચૌધરીના અંગદાન દ્વારા અત્યાર સુધી ડોનેટ લાઈફ દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી (South Gujarat Donate Life) 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓના દાન (Tissue Donation in Surat) કરવામાં આવ્યા હોય તેવી આ સૌ પ્રથમ ઐતિહાસિક ઘટના છે. જેનો શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે.