ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ... - મિલ્ક ડોનેટ હ્યુમન

આજે વિશ્વ મહિલા દિવસે દેશભરમાંથી અનેક મહિલાઓ દ્વારા આપવામાં આવતા યોગદાન અંગે જાણવા મળી રહ્યું છે. તો આવો જાણીએ સુરતની મિલ્ક ડોનેટ હ્યુમન વિશે. સિવિલ હોસ્પિટલ મિલ્ક બેંકમાં ઘણી બધી માતાઓ આવે છે, જે પોતાના બાળક માટે તો ખરૂં જ પણ અન્ય બાળકો પણ માતાના દૂધથી વંચિત ન રહી જાય તે માટે ધાવણ દાન કરી રહી છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ...
સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ...

By

Published : Mar 8, 2021, 4:12 PM IST

  • 2019માં સુરત સિવિલ હોસ્પિટલમાં મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવી
  • નવજાત બાળકો માટે માતાનું દુધ ખુબ જ મહત્ત્વનું
  • હ્યુમન આગળ આવી પોતાનું મિલ્ક ડોનેટ કરી બાળકોને દૂધ પૂરું પડી રહી છે
  • મિલ્ક બેન્ક શરૂ કરાઈ ત્યારથી જ તેને અભુતપૂર્વ પ્રતિસાદ

આ પણ વાંચોઃઆ છે ગૃહિણી, બિઝનેસવુમન અને સાથી સેવા ગ્રુપના ફાઉન્ડર જલ્પા પટેલ

સુરતઃ નવજાત બાળકો માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે. જોકે, દરેક બાળકને માતાનું દૂધ નસીબમાં નથી હોતું. આવા બાળકોને પણ માતાનું દૂધ મળી રહે તે માટે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે મિલ્ક બેન્ક. અહીં આવનારી માતાઓ પોતાનું ધાવણ અહીં દાન કરે છે, જેથી આવા બાળકોને માતાનું દૂધ મળી શકે. છેલ્લા દોઢ વર્ષથી સુરત શહેરની સિવિલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં કાર્યરત એવી મિલ્ક બેન્કને સારો પ્રતિસાદ મળ્યો છે. વર્ષ 2019માં સુરત સિવિલ હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવી હતી. આ મિલ્ક બેન્ક શરૂ કરાઈ ત્યારથી જ તેને અભુતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ મિલ્ક બેન્ક થકી જરૂરિયાતમંદ બાળકોને માતાનું દૂધ મળી રહે છે. નવજાત બાળકો માટે માતાનું દુધ ખુબ જ મહત્ત્વનું છે.

હ્યુમન આગળ આવી પોતાનું મિલ્ક ડોનેટ કરી બાળકોને દૂધ પૂરું પડી રહી છે


આ પણ વાંચોઃવડોદરા: મહિલા બાઈકર્સ ગ્રુપ દ્વારા બાઈક ચલાવવાના શોખનું સમાજ સેવામાં પરિવર્તન

સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 3000 કરતા વધુ માતાઓએ ધાવણદાન કર્યું

બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી બાળક માટે માતાનું દૂધ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ ક્યારેક સંજોગો એવા ઊભા થાય કે કોઈક કારણોસર બાળકને માતાનું દુધ મળી શકતું નથી જેમાં બાળક અધૂરા માસે જન્મે ત્યારે, માતાની તબિયત લથડે ત્યારે જે માતાને ધાવણ ન આવતું હોય ત્યારે અથવા જેની સારસંભાળ રાખવાવાળું કોઇ ન હોય ત્યારે આવા સંજોગોમાં બાળકોને આવી હ્યુમન મિલ્ક બેન્ક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અત્યાર સુધી સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી મિલ્કબેંકમાં ડૉ પન્નાબેન હેમંત બલસારાના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 3 હજાર કરતા વધુ માતાઓએ ધાવણદાન કર્યું છે, જેનો લાભ 3000 બાળકોએ લીધો છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્કમાં પદ્ધતિસર રીતે માતાઓએ ધાવણથી દાન કરેલાં દૂધને સ્ટોર કરવામાં આવે છે, જે 3 મહિના સુધી ચાલી શકે છે. અત્યારે તો સુરતમાં સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ માતાઓ અને બાળકોને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે.

ધાવણથી માતા અને બાળકને સૌથી વધુ ફાયદોઃ ડો. પન્ના બલસારા

ડો. પન્ના બલસારાએ આ અંગે જણાવ્યું હતું કે, અહીં સ્ટ્રેરિલાઈઝ અને પેસ્ચ્યુરાઈઝ્ડ કરીને દૂધને સાચવવામાં આવે છે. અમે માતાઓને યોગ્ય સમજ આપીએ છીએ ધાવણદાન વિશે. જે બાળકોની હાલત ગંભીર હોય અથવા જેની માતા ધાવણ આપી નથી શકતી તેને આ મધર્સ મિલ્ક બેન્ક કામ લાગે છે. માતાનું ધાવણ બાળકના સર્વાંગી વિકાસ માટે છે. ધાવણથી માતા અને બાળકને સૌથી વધારે ફાયદાકારક છે. આજે સિવિલ મિલ્ક બેન્કમાં ઘણી બધી માતાઓ આવે છે, જે પોતાના બાળક માટે તો ખરું જ પણ અન્ય બાળકો પણ માતાના દૂધથી વંચિત ન રહી જાય તે માટે ધાવણ દાન કરે છે.

ABOUT THE AUTHOR

...view details