- કોરોનાની સ્થિતિના કારણે પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની
- ભારત કરતાં અન્ય દેશોમાં મેડિકલ અભ્યાસ સસ્તું
- ઘણા દેશો એન્ટ્રન્સ ટેસ્ટ પણ લેતા નથી
સુરત: કોરોના કાળમાં અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ હજુ પણ ગંભીર છે, જેમાં ચીન પણ શામેલ છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં ભણવા માંગતા હોય છે, પરંતુ કોરોનાની સ્થિતિના કારણે પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. જેથી તેઓ ભારતની મેડિકલ કોલેજમાં એડમીશન લઇ શકે તેવી સ્થિતિ પણ નથી. પરંતુ આવા વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે, તેઓ ઓછા બજેટમાં વિદેશમાં જઈને મેડિકલ કોલેજમાં ભણી શકે છે. ઓછા ખર્ચમાં મેડિકલ નું ભણતર વિદેશમાં મેળવી તેઓ ફરી ભારત પણ આવી શકે છે. આવા અનેક દેશ છે જ્યાં એન્ટ્રન્સ ટેસ્ટ પણ નથી અને માત્ર 25થી લઇ 50 લાખ ફી આપી ભણતર પૂર્ણ કરી MBBSની ડિગ્રી ભારતના વિદ્યાર્થીઓ મેળવી શકે છે.
આ પણ વાંચો: વિદેશ જવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, યુનિવર્સિટીના નહીં ખાવા પડે ધક્કા
MBBS ઉપરાંત પણ અનેક મેડિકલના વિકલ્પ
શિક્ષણવિંદ અને ફોરેન લેંગ્વેજની એક્સપર્ટ પ્રીતિ વશિષ્ઠએ જણાવ્યું હતું કે, ચીન ઉપરાંત ઘણા દેશો વિદ્યાર્થીઓ માટે વિકલ્પ તરીકે છે. યુરોપ એક સારો વિકલ્પ છે, હંગેરી, જર્મની, જોર્જિયા અને રશિયાના આસપાસના જે દેશો છે ત્યાંના તમામ મેડિકલ કોલેજમાં ચીનની જેમ જ ફી લેવામાં આવે છે. કઝાકિસ્તાન, યુક્રેન અને રશિયા જેવા તમામ દેશોમાં મેડીકલ ક્ષેત્રમાં ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. MBBS ઉપરાંત પણ અનેક મેડિકલના વિકલ્પ વિદ્યાર્થીઓને મળતા હોય છે. જેમાં બાયોમેડિકલ સ્ટડી, બાયો ટેકનિકલ સાયન્સ, મર્ક્યુલર બાયોલોજી, ડેન્ટીસ્ટ્રી, ફાર્મસી અને નર્સિંગ શામેલ છે. ઘણા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપવા નથી માંગતા તેઓ માટે અનેક દેશો એવા છે જે વગર એન્ટ્રન્સ ટેસ્ટ એડમિશન આપે છે. ઘણા કેસોમાં બેચલર અને માસ્ટર કોર્સ પણ સાથે હોય છે. સાતથી આઠ વર્ષની જગ્યાએ ચારથી પાંચ વર્ષમાં સંપૂર્ણ કોર્ષ પૂરો કરી ડોક્ટર બની જવાય છે.
યુરોપમાં MCI એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારીઓ પણ તેઓ કરાવે છે