સુરત :મુંબઈ સુરત સહિત અન્ય શહેરોના લોકો કે જેઓ ગાંધીનગર ટ્રેન મારફતે ઝડપી પહોંચવા માગતા હતા તેમની માટે આજથી મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Express running between Mumbai-Ahmedabad)હવે ગાંધીનગર સુધી જશે. કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય પ્રધાન દ્વારા સુરત રેલવે સ્ટેશન પરથી આજે શતાબ્દી એકસપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી, શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદથી નહીં પણ ગાંધીનગર થી ઉપડશે જેના કારણે યાત્રીઓમાં આનંદની લાગણી પર જોવા મળી રહી છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ
રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન (Planning of Gandhinagar Vibrant Summit )કરવામાં આવનાર છે તે પહેલા પશ્ચિમ રેલવે (Western Railway zone)દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદ નહિ પરંતુ ગાંધીનગર સ્ટેશન થી ઉપડશે આજથી મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન (Shatabdi Express running between Mumbai-Ahmedabad)ગાંધીનગર સુધી જશે. મુંબઈથી ઊપડતી આ ટ્રેન પહેલા અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી જતી હતી પરંતુ આજથી તે આગળ ગાંધીનગર સુધી જશે.
ગાંધીનગરથી ઉપડશે અને ગાંધીનગર સુધી જશે
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના લોકો માટે પશ્ચિમ રેલવે દ્વારા લેવાયેલા નિર્ણય ખૂબ જ મહત્વ ધરાવે છે આજે કેન્દ્રીય કાપડ અને રેલ્વે રાજ્યપ્રધાન દર્શના જરદોશે સુરત રેલવે સ્ટેશન ખાતે શતાબ્દી ટ્રેનને લીલીઝંડી બતાવી હતી આજથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર થી ઉપડશે અને ગાંધીનગર સુધી જશે.
આ પણ વાંચોઃPolice Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર
આ પણ વાંચોઃTemperature in Gujarat : રાજ્યમાં સતત બીજા દિવસે ભારે ઝાકળવર્ષા વચ્ચે એકાએક તાપમાનનો પારો ઉંચો ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન