ગુજરાત

gujarat

ETV Bharat / city

સોનાના ભાવમાં થયો ઘટાડો, લગ્નસરાની ખરીદી શરૂ

ગત કેટલાક સમયથી સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો હતો, પરંતુ કેટલાક દિવસથી સોનાનો ભાવમાં ઘટડો જોવા મળી રહ્યો છે. જેથી બજારમાં લગ્નસરાની ખરીદી શરૂ થઇ છે. ગત મહિને 10 ગ્રામ સોનાનો ભાવ 55,000ની સપાટી પર પહોંચી ગયો હતો, પરંતુ 20 દિવસમાં અંદાજે 6,000નો ઘટાડો થયો છે. જેથી લોકો સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

ETV BHARAT
સોનાનો ભાવ ઘટતા લગ્નસરાની ખરીદી શરૂ

By

Published : Sep 21, 2020, 4:57 PM IST

સુરતઃ ગત કેટલાક સમયથી સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો હતો, પરંતુ કેટલાક દિવસથી સોનાનો ભાવમાં ઘટડો જોવા મળી રહ્યો છે. જેથી બજારમાં લગ્નસરાની ખરીદી શરૂ થઇ છે. ગત મહિને 10 ગ્રામ સોનાનો ભાવ 55,000ની સપાટી પર પહોંચી ગયો હતો, પરંતુ 20 દિવસમાં અંદાજે 6,000નો ઘટાડો થયો છે. જેથી લોકો સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

સોનાનો ભાવ ઘટતા લગ્નસરાની ખરીદી શરૂ

આવનારા દિવસોમાં લગ્નસરાની સિઝન છે, પરંતુ સોનાના ભાવમાં વધારો થયો હોવાથી લોકો સોનાની ખરીદી કરવા માટે હિંમત બતાવી શક્યા નહોતા. ત્યારે ગત 20 દિવસમાં સોનાના ભાવમાં 6,000નો ઘટાડો થયો છે. જેથી લોકો લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી સોનાની ખરીદી કરવા બજારમાં જોવા મળી રહ્યા છે.

આ અંગે જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, હાલ સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકો લગ્નસરાની ખરીદી માટે આવી રહ્યા છે, પરંતુ આવનાર દિવસોમાં સોનાના ભાવમાં ફરીથી ઉછાળો થવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details