- શાળા સંચાલકો દ્વારા વસૂલવામાં આવતી ફી અંગે આંદોલન કરવા આયોજન
- કોરોના બાદ મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિ ખૂબ જ ખરાબ
- સરકારે આવા લોકોને મદદ કરવી જોઈએ
સુરત: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બે દિવસ સુરતની મુલાકાતે છે. શહેરના યોગી ચોક ખાતે સરદાર પટેલ ફાર્મમાં હાર્દિક પટેલે લોકો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું લોકોના પ્રશ્નો સાંભળી તેમજ શાળા સંચાલકો દ્વારા વસૂલવામાં આવતી ફી અંગે આંદોલન કરવા આયોજન કર્યું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સુરત ખાતે અલગ-અલગ મુદ્દાઓને લઈને લોકોને મળવાનો પ્રયાસ કરું છું, કોરોના બાદ મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
લોકોની મુશ્કેલીઓને સાંભળવી જોઈએ
સુરત જેવું આર્થિક મજબૂત શહેરમાં મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતિ એટલી ખરાબ હોય તેવામાં સરકારે આવા લોકોને મદદ કરવી જોઈએ, જેમાં ખાસ કરીને પોતાના બાળકોને ભણાવવા માંગતા વાલીઓ પાસેથી ફી ન લેવી જોઈએ સાથેજ આવનારા દિવસોને લઈ તૈયારી કરવી જોઈએ. જે બાળક આજે સ્કૂલમાંથી બનીને બહાર નીકળશે તેના માટે કોલેજની વ્યવસ્થા કરવી જોઈએ જેથી બાળક મફતમાં ભણી શકે. જે પરિવારના લોકો પોતાના મકાનમાં રહે છે તેઓની ઇમ્પેક્ટ લઇ લેવામાં આવી છે 2017 માં પણ વાયદો કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા તમામ મકાનો દસ્તાવેજો કરી આપીશું હજુ સુધી દસ્તાવેજો નથી થયા તો આ તમામ મકાનોનું દસ્તાવેજ રાજ્ય સરકાર ખાસ કરીને કલેકટરના આદેશથી કરે એવી મારી વિનંતી છે.