સુરતઃ ગુજરાતના પ્રખ્યાત મનોચિકિત્સક ડૉક્ટર મુકુલ ચોક્સીએ કોરોનાના કેટલાક દર્દીઓ સાથે થનાર વ્યવહારને તુલના 15 વર્ષ પહેલા એચઆઈવી ગ્રસ્ત દર્દીઓની સાથે થયેલા વ્યવહાર સાથે સરખાવી છે. અનેક દર્દીઓ છે કે, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અછૂતની જેમ પરિવાર અને મિત્રો તેમની સાથે વ્યવહાર કરતા હોય છે.
આ અંગે ડૉ. મુકુલ ચોક્સીએ જણાવ્યું હતું કે, દર્દીઓ સાથે સંવેદના રાખવી જોઈએ. પરિવાર અને મિત્રો સાથે કરવામાં આવતી વાતો તેમના માટે ખૂબ જ જરૂરી હોય છે. અનેક દર્દીઓ સાથે પોઝિટિવ આવ્યા બાદ દુર્વ્યવહાર થતો હોય છે. આજ કારણ છે કે, કોરોના દર્દીઓ પોતાની ઓળખ છુપાવવા માગે છે. જેથી લોકો તેને અછૂત તરીકે ન ગણે કોરોનાના દર્દીઓ સાથે સંવેદના રાખી અપનત્વ રાખવું ખૂબ જ જરૂરી છે. તેનાથી દર્દીઓ ઝડપથી સાજા થઇ શકે છે.
કેટલાક કેસોમાં કોરોના પોઝિટિવ આવતા પરિવારના સભ્યો અને મિત્રો દર્દીથી દુરી બનાવે છે. ત્યારે બીજી બાજુ આવા દર્દીઓને સારવાર આપનારા ડૉક્ટરો માટે આ દર્દીઓ જ તેમના પરિવાર બની ગયા છે. સ્મીમેર હોસ્પિટલના મેડિસીન વિભાગમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં યુવા ડૉ. પાર્થ પટેલે છેલ્લાં ચાર મહિનાથી સ્મીમેર હોસ્પિટલ જ ઘર અને દર્દીઓને પરિવાર બનાવ્યા છે. દર્દીઓ પણ તેઓમાં પોતાના સ્વજનનો અનુભવ કરે છે. ડૉ. પાર્થ કહે છે કે, હું છેલ્લા ચાર મહિનાથી ઘરથી દૂર રહીને કોવિડ વોર્ડમાં ફરજ નિભાવું છું.