ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં પાણીના ટેન્કરચાલકે 2 યુવકને લીધા અડફેટે, બંનેનું ઘટનાસ્થળે મોત થતાં ડ્રાઈવર ફરાર

સુરતમાં પાણીના ટેન્કરચાલકે (water tanker driver) 2 યુવકને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે મોત (road accident in surat) થયા હતા. ત્યારબાદ ટેન્કરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તો પાંડેસરા પોલીસે (pandesara police station) આ મામલે તપાસ શરૂ કરી છે.

સુરતમાં પાણીના ટેન્કરચાલકે 2 યુવકને લીધા અડફેટે, બંનેનું ઘટનાસ્થળે મોત થતાં ડ્રાઈવર ફરાર
સુરતમાં પાણીના ટેન્કરચાલકે 2 યુવકને લીધા અડફેટે, બંનેનું ઘટનાસ્થળે મોત થતાં ડ્રાઈવર ફરાર

By

Published : Oct 13, 2022, 3:14 PM IST

સુરતશહેરમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે (road accident in surat) વધી રહી છે. ત્યારે હવે પાંડેસરા વિસ્તારમાં આવેલા બાટલી બોય ચાર રસ્તા પાસે 2 યુવકોને પાણીના ટેન્કરચાલકે અડફેટે લીધા હતા. તેના કારણે બંનેનું ઘટનાસ્થળે મોત થતા ચકચાર મચી હતી. જોકે, ડ્રાઈવર ટેન્કર છોડીને (water tanker driver kills young man) ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પાંડેસરા પોલીસે (pandesara police station) આ મામલે (pandesara police station) વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં દર 2-3 અઠવાડિયે મોટા વાહનચાલકો લોકોને અડફેટે લેતા હોય છે

ડ્રાઈવર ફરાર સુરત શહેરમાં દિવસેને દિવસે સિટી બસચાલક હોય કે, અન્ય ખાનગી બસચાલકો તથા અન્ય મોટા વાહનો હોય. તેઓ બેફામ રીતે મોટા વાહનો હાંકી રહ્યા હોય તેમ લાગી (road accident in surat) રહ્યું છે. શહેરમાં દર 2-3 અઠવાડિયે મોટા વાહનચાલકો લોકોને અડફેટે લેતા હોય છે. તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામ કરતા 2 યુવકો અકસ્માતના ભોગ બન્યા હતા.

બંને મૃતક કામે જઈ રહ્યા હતા પોલીસના (pandesara police station) સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મૃતકોનું નામ 37 વર્ષીય મહેશ સતરસિંહ પાડવી (રહેવાસી વેડપાડા, નિઝર, રાયગઢ), તેમના પરિવારમાં એક છોકરી અને 2 છોકરા છે અને તેમની પત્ની છે. તેઓ ખાનગી કંપનીમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતા હતા. તેમની સાથે જ 35 વર્ષીય નીતિન કાલિદાસ પાડવીનું પણ મૃત્યુ થયું હતું. તેમના હજી 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેઓ સોંદરવા નંદુરબારના છે. બંને મૃતક એક જ કંપનીમાં કામ કરતા હતા અને કામે (road accident in surat) જઈ રહ્યા હતા.

ડ્રાઈવર ફરાર

બાટલી બોય ખાતે નડ્યો અકસ્માત આ બંને મૃતકો સાથે જ રહેતા હતા અને અહીં જ રોજગારી મેળવી પરિવારને આર્થિક મદદ કરતા હતા. વધુમાં આ બંને જણા સાથે જ રહેતા હતા.અને અહીં જ રોજગારી મેળવી પરિવારને આર્થિક મદદ કરતા હતા. આજે સવારે નોકરી માટે નીકળ્યા હતા ત્યારે તેમને પાંડેસરના બાટલી બોય ખાતે આ અકસ્માત (road accident in surat) નડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details