ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ( Suez Treatment Plant ) પાણીના નમૂના લેવાયા - corona in water

સુરતમાં પાણીમાં કોરોના વાઇરસ શોધવા માટે સરકારે સૂચના આપી છે. જે અનુસંધાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાયા છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં આવેલા 11 જેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ પહેલાના ગંદા પાણીના સેમ્પલ એકત્ર કરીને ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.

Suez Treatment Plant
Suez Treatment Plant

By

Published : Jun 22, 2021, 12:38 PM IST

Updated : Jun 22, 2021, 2:24 PM IST

  • પાણીમાં કોરોના વાઇરસ ( corona virus ) છે કે નહીં તે અંગેની ચકાસણી કરવામાં આવશે
  • યુનિવર્સિટીમાં 11 જેટલા સેમ્પલો ચકાસણી માટે લેવાયા
  • VNSUના નિષ્ણાંતો દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાયા

સુરત: અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા તેમજ ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના વાઇરસ મળી આવતા હવે રાજ્ય સરકાર હરકતમાં છે. સુરતમાં પાણીમાં કોરોના વાઇરસ( corona virus )શોધવા માટે સરકારે સૂચના આપી છે. જે અનુસંધાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ( vnsu ) નિષ્ણાંતો દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ( Suez Treatment Plant ) સેમ્પલ લેવાયા છે. યુનિવર્સિટીમાં 11 જેટલા સેમ્પલો ચકાસણી માટે લેવાયા છે. પાણીમાં કોરોના વાઇરસ છે કે નહીં તે અંગેની ચકાસણી કરવામાં આવશે.

પાણીમાંથી કોરોના વાઇરસ મળ્યા બાદ હવે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા એલર્ટ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી લેબના નિષ્ણાંતો દ્વારા સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ પહેલાના ગંદા પાણીના સેમ્પલ એકત્ર કરાયા છે. જેથી નિષ્ણાંતો જાણી શકે કે કોરોના વાઇરસ કેટલો ફેલાયો છે. હાલ જ અમદાવાદના સાબરમતી નદી અને કાંકરિયા તેમજ ચંડોળા તળાવના પાણીમાંથી કોરોના વાઇરસ મળ્યા બાદ હવે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા એલર્ટ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નમૂના લેવાયા છે ત્યારે તાપી નદીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવશે. સુરતમાં પણ પાણીમાં કોરોના વાઇરસ છે કે કેમ તેના સંશોધન માટેના પ્રયાસો રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ માટે સુરત મહાનગર પાલિકાના વિવિધ વિસ્તારમાં આવેલા 11 જેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ પહેલાના ગંદા પાણીના સેમ્પલ એકત્ર કરીને ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.

સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના નમૂના લેવાયા

આ પણ વાંચો:પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી ચંડોળા તળાવની મુલાકાત

ચકાસણી ત્રીજી વેવની જાણકારી એકત્ર કરવા માટે લાભકારી સિદ્ધ થશે

ઉલ્લેખનીય છે કે માત્ર સાબરમતી નદી જ નહીં પરંતુ અગાઉ ભારતના અનેક શહેરોમાં સુએઝ લાઇનમાંથી પણ કોરોનાના જીવિત વાયરસ મળી આવ્યા હતા જે સેમ્પલો હાલ લેવામાં આવ્યા છે તેની એક જ અઠવાડિયામાં ચકાસણી કરી લેવામાં આવશે. કોરોના વાઇરસ મનુષ્યના મળમૂત્રમાંથી બહાર જતો હોવાથી આ સેમ્પલો લેવામાં આવ્યા છે. નમૂના લેવાનો ફાયદો થશે. કારણ કે, આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. સંબંધિત વિસ્તારમાં કોરોના કેટલો ફેલાયેલો છે અને નવો વેપાર શરૂ થયો છે કે કેમ તે અંગેની માહિતી આ સેમ્પલની ચકાસણીના આધારે જાણી શકાશે.

આ પણ વાંચો:પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી વસ્ત્રાપુર લેકની મુલાકાત

Last Updated : Jun 22, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details