ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: ખુલ્લા પ્લોટમાં રહેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ લાગી - Fire in the trash

સુરત શહેરના આંજણા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી.

સુરત
સુરત

By

Published : Dec 24, 2020, 5:16 PM IST

Updated : Dec 24, 2020, 5:30 PM IST

  • ખુલ્લા પ્લોટમાં રહેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ લાગી
  • સુરત શહેરના આંજણા વિસ્તારની ઘટના
  • ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો

સુરત: સુરત શહેરના આંજણા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી.

ખુલ્લા પ્લોટમાં રહેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ લાગી

આગને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી

કચરાના ઢગલામાં આગ લાગવાને કારણે આસપાસ આવેલા ગોડાઉનમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના ભાઠેના સ્થિત આવેલા આંજણા વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉન પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં રહેલા વેસ્ટેજ કચરામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસમાં આવેલા ગોડાઉનમાં અફરાતફરી જોવા મળી હતી. બનાવની જાણ ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો.

સદનસીબે કોઈ જાનહાની નહીં

આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, આગ ક્યા કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Last Updated : Dec 24, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details