ગુજરાત

gujarat

ETV Bharat / city

દુર્લભ પટેલ આત્મહત્યા કેસ ત્રણેય આરોપીઓને પકડવા વોરંટ કાઢવામાં આવ્યું - બારડોલી ક્રાઈમ ન્યુઝ

સુરતના રાંંદેરા રોડ પર દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં મંગળવારના રોજ ભાગતા ફરતા ત્રણ આરોપીઓના સી.આર. પી.સી.ની કલમ 70 મુજબ વોરંટ માંડવી કોર્ટમાંથી મેળવવામાં આવ્યા હતા. વોરંટના આધારે પોલીસ દ્વારા ત્રણેયને પકડવાની કાર્યવાહી તેજ કરી હોવાનું જાણવા મળે છે.

durlbh patel sucide
durlbh patel sucide

By

Published : Sep 29, 2020, 11:04 PM IST

સુરતઃ શહેરના રાંદેર રોડની સુર્યપુર સોસાયટીમાં રહેતા 74 વર્ષીય દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલે માંડવીના ખંજરોલી ખાતે આવેલી તેમની માલિકીની જલારામ સ્ટોન ક્વોરીની ખાણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. દુર્લભભાઈની આત્મહત્યા બાદ તેના પુત્ર ધર્મેશે રાંદેરના પીઆઇ લક્ષ્મણ સિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર કોસીયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય ભોપાળા, કિરણસિંહ રાઇટર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 10 પૈકી 7ની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે ત્રણ મુખ્ય સૂત્રધારો હેતલ નટવરભાઈ દેસાઈ, કનૈયાલાલ લાભુભાઈ નારોલા અને કિશોર ભૂરાભાઈ કોસીયા હજુ સુધી કબ્જામાં નથી આવ્યા છે. પોલીસે ત્રણેય આરોપીને પકડવા માટે માંડવી કોર્ટમાં વોરંટ માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે ત્રણેયના વોરંટ ઈશ્યુ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જો કે ત્રણ પૈકી બે આરોપીઓ કિશોર કોસીયા અને કનૈયા નારોલા વિદેશ ભાગી ગયા હોવાની પણ વાત સામે આવી રહી છે, ત્યારે પોલીસ તેમને પકડવા માટે કેવા પ્રયાસો કરે છે, તે જોવું રહ્યું.

બીજી તરફ કોર્ટ દ્વારા આ પ્રકરણમાં આઈ.પી.સી.કલમ 386, 270, 271,201 અને 120(બી) નો ઉમેરો કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details