- 13 પૈકી 2 બેઠકો પર ખેલાશે ત્રિપાંખીયો જંગ
- સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની 18 પૈકી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી
- 30 જાન્યુઆરીનાં રોજ બેંકની મુખ્ય બ્રાન્ચ ખાતે કરાશે મતગણતરી
સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કમાં 13 નિયામકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 30 જાન્યુઆરીએ મત ગણતરી - surat district bank election updates
સહકારી ક્ષેત્રના રાજકારણની તિજોરી સમાન સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી આજે યોજાઇ હતી. આ ચૂંટણીમાં 13 બેઠકો પર 28 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જોવા મળ્યો હતો. મતદાન માટે ઉભા કરવામાં આવેલા 15 મતદાન મથકો પર 4600 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.
સુરત:સુરત ડિસ્ટ્રિક્ટ બેંકનાં કુલ 18 ડિરેકટરો માટેની જાહેર કરવામાં આવેલી ચૂંટણીમાં પાંચ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી. સહકારી ક્ષેત્રના રાજકારણના વર્ચસ્વ સન્માનનીય ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બેંકના હોદ્દેદારોની વહીવટની અણઆવડત જ્યારે બીજી તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલ દ્વારા બેંકનાં વિકાસનાં ગુણગાન ગાઈને મતદારોને છેલ્લી ઘડી સુધી રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, બાકીની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાનનાં દિવસે 15 મતદાન મથકો પર 4600 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.