- વિદ્યાર્થીઓએ દોઢ વર્ષ પહેલા નમો ટોબલેટ માટે નાણાં જમા કરાવ્યા હતા
- ડિપોઝીટ ભરી હોવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી
- કુલપતિને કરવામાં આવી રજૂઆત
સુરતઃ વિદ્યાર્થીઓએ દોઢ વર્ષ પહેલા આ ટેબલેટના નાણાં જમા યુનિવર્સિટીમાં જમા કરાવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને ટેબલેટ મળી શકે. પણ હજી સુધી એક પણ વિદ્યાર્થીને ટેબલેટ આપવામાં આવ્યા નથી. રાજ્ય સરકારની નમો ટેબલેટ યોજના હેઠળ 12 પાસ પછી જે વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં આવે છે તે વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવામાં આવે છે. પરંતુ આ ટેબ્લેટ માટે પહેલા 1000 રૂપિયા આપવા પડે છે. ત્યાર બાદ નમો ટેબલેટ આપવામાં આવે છે. પરંતુ દોઢ વર્ષ થઈ ચુક્યા હોવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. આથી વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવે તેવી રજૂઆત છાત્રા યુવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃVNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી કોલેજોના સંચાલકો નારાજ