સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણીની મત (VNSGU Senate members election) ગણતરી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની અંદર સેનેટ હોલમાં જ સવારે 9:00 વાગ્યાથી સાંજે મોડી રાતે 10 વાગ્યા સુધી ચાલી હતી. જોકે આ મત ગણતરી દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા આમ આદમી પાર્ટી ધર્મેશ ભંડેરી તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના એક કાર્યકર્તાના માથે ઇજાઓ અને અન્ય એક કાર્યકર્તાને પગમાં ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ABVP અને CYSS વચ્ચે મારામારીઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ કાર્યકર્તાઓ વચ્ચે (Clashes between ABVP CYSS) મારામારીના કારણે ઘણી વખત મત ગણતરી રોકવી પડી હતી, પરંતુ ફરી પાછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા પોલીસ દ્વારા હલકોબળનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે મામલાને ગંભીરતાથી લેતા સુરત શહેરની અડધી પોલીસ સ્ટેશનનો કાફલો યુનિવર્સિટીમાં ખડકી દેવામાં આવ્યો હતો.
સુરતનો પોલીસ કાફલો સુરતના ઉમરા, ડુમ્મસ, પાંડેસરા, ખટોદરા, સચિન, સચિન GIDC પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તે ઉપરાંત DCB, SOG, પોલીસ વિભાગની ખાસ બે કયું RT Team એમ એક પોલીસ મહિલા ટીમ બોડી કેમેરા સાથે યુનિવર્સિટીની ઓફીસના મુખ્ય ગેટ ઉપર (Seat of NSUI in VNSGU) ખાટકી દેવામાં આવ્યો હતો. જેમાં 100 સૌથી વધુ કોન્સ્ટેબલ, 7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, 21 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 4 ACP, 2 DCP, તે ઉપરાંત એડિશનલ CP સહિતનો કાફલો યુનિવર્સિટીમાં મતગણતરી જ્યાં સુધી પતે ત્યાં સુધી ખડે પગે હતી પોલીસની 40થી વધુ ગાડીઓ હતી.