ગુજરાત

gujarat

ETV Bharat / city

VNSGU દ્વારા આજે બુધવારે P.G, U.G અને LLBની પરીક્ષાઓની તારીખ જાહેર કરાઇ - વિદ્યાર્થીઓના સમાચાર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આજે બુધવારે પરીક્ષાઓને લઈને એક મિટિંગ કરવામાં આવી હતી. આ મીટીંગ બેથી ત્રણ કલાક ચાલી હતી. આ મિટિંગમાં યુનિવર્સિટી દ્વારા સ્થગિત કરવામાં આવેલા પરીક્ષાઓની તારીખ બહાર પાડવામાં આવી છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ બે દિવસની અંદર યુનિવર્સિટીના વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.

VNSGU દ્વારા આજે બુધવારે P.G, U.G અને LLBની પરીક્ષાઓની તારીખ જાહેર કરાઇ
VNSGU દ્વારા આજે બુધવારે P.G, U.G અને LLBની પરીક્ષાઓની તારીખ જાહેર કરાઇ

By

Published : May 26, 2021, 7:42 PM IST

  • PG, UG અને L.L.Bની પરીક્ષાઓ લેવામાં આવશે
  • VNSGU પરીક્ષાઆને લઇને બેઠક યોજવામાં આવી
  • બેઠક બેથી ત્રણ કલાક ચાલી હતી
  • પરીક્ષાનું ટાઇમ ટેબલ બે દિવસની અંદર યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકાશે

સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે પરીક્ષાઓને લઈને એક મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં એમ નક્કી કરવામાં આવ્યું છે કે PG(પોસ્ટ ગ્રેજ્યુએટ) સેમ-6ની 16 જૂનથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. UG સેમ-6ની 19 જુલાઈથી ઑફલાઇન પરીક્ષા લેવામાં આવશે અને LLB સેમ-1ની 21 જૂનથી ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. તેમજ LLB સેમ-2 અને સેમ-4ની 5 જુલાઈથી પરીક્ષા લેવામાં આવશે તથા વધુમાં LLB સેમ-6ની 1 જુલાઈથી પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષાનું ટાઇમ ટેબલ બે દિવસની અંદર યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકાશે

આ પણ વાંચોઃ VNSGUમાં NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની કરાઈ માગ

VNSGUના કુલપતિ દ્વારા એમ કહેવામાં આવ્યું કે,

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ.ચાવડા દ્વારા એમ કહેવામાં આવ્યું હતુ કે, આજે બુધવારે પરીક્ષા મુદ્દે જે મીટીંગ કરવામાં આવી હતી. તેમાં તેમણે એમ નક્કી કર્યું છે કે, આવતા મહિનાથી PG Sem-1, UG Sem-6 અને LLB સેમ-1, LLB સેમ-2-4 તથા LLB સેમ-6ની તારીખો પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવશે.

આ પણ વાંચોઃ VNSGU દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનો કરવામાં આવ્યો નિર્ણય

GSRTCની અમુક બસ સેવા બંધ છે. જે ચાલુ થાયઃ ડો.કિશોરસિંહ.ચાવડા

વધુમાં ડો.કિશોરસિંહ.ચાવડાએ એમ પણ જણાવ્યું હતુ કે, હાલ કોરાનાના કેસ ઘટી રહ્યા છે પણ પરીક્ષામાં આવનાર ઘણા વિદ્યાર્થીઓ સુરત બહારથી આવે છે, હાલ રાજ્યની GSRTCની અમુક બસ સેવા બંધ છે. જે ચાલુ થઇ જાય જેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવી પરીક્ષાઓ આપી શકતા હોય તો સારું અને કોઈ વિદ્યાર્થી એવો પણ હોય કે તેમના નિવાસ સ્થાને મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લમ હોય, અથવા એજ વિદ્યાર્થી પોતે કોરોનાગ્રસ્ત હોય તો એવા વિદ્યાર્થીઓ માટે તેમને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓએ તેમાં ડરવાની જરૂર નથી. તેમને તક આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details