- સુરત સબજેલમાં 21 વર્ષીય કેદીને ટીબીથી મોત
- રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ
- જેલમાં આવ્યાના 15 મહિનામાં જ યુવાનનું મોન
સુરત : લાજપોર જેલમાં આવ્યાના 15 મહિનામાં જ 21 વર્ષીય કેદીને ટીબી થયા બાદ મોત નીપજ્યું હોવાની ફરિયાદને પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ( National Human Rights Commission India )ની સભ્યા જ્યોતિકા કારલાએ જેલની મુલાકાત લીધી હતી. લાજપોર જેલમાં નિરીક્ષણ કરવાની સાથે જેલમાં ચાલતી ક્લિનીક અને કેદીઓને મળતી સારવારની વિગતો પણ મેળવી હતી. લાજપોર જેલમાં ટીબીના નવા 9 દર્દી મળી આવ્યા હતા. આથી, જેલમાં બીમાર કેદીઓના એક્સ-રે કરી શકાય તે માટે મશીન સામે ટેકનિશિયનનો અભાવ તેમને અજુગતો લાગ્યો હતો.
આ પણ વાંચો:સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીનું રહસ્યમય મોત...
જેલ ગયાના 15 મહિનામાં જ યુવાનનું મોત
અઠવાડિયામાં એક વખત અહીં ટેકનિશિયન મોકલવામાં આવે તેવો આદેશ તેમણે કલેક્ટરને કર્યો હતો. જ્યોતિકા કાલરાએ જણાવ્યું હતું કે, તેમને ફરીયાદ મળી હતી કે જેલમાં 21 વર્ષીય કેદીનું મોત થયું છે. આ યુવાન 15 મહિના પહેલાં જેલમાં આવ્યો જેલમાં પહોંચતા પહેલાં તેને ટીબીની બીમારી ન હતી, પરંતુ જેલમાં રહ્યાના 15 જ મહિનામાં તેનું મોત થતાં જેલમાં કેદીઓના સ્વાસ્થ્યને લઇને ગંભીર ખામી બહાર આવી હતી. જેથી તેઓ જેલની મુલાકાતે આવ્યા હતા.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાજપોર જેલના 159 કેદીઓને જામીન આપવામાં આવ્યા
ઇનિશીયલ હેલ્થ સ્ક્રીનીંગમાં ખામી જોવા મળી
લાજપોર જેલમાં તેમને 9 કેદીઓમાં ટીબીના મળ્યા હતા, જેલમાં કેદીને લાવવામા આવે ત્યારે ઇનિશીયલ હેલ્થ સ્ક્રીનીંગમાં ખામી જોવા મળી હતી. કેદીઓનું ડાયાબીટીસ ECG સહિતના ટેસ્ટ બાદ જ સહી કરવા તેમણે આદેશ કર્યો હતો.