ગુજરાત

gujarat

ETV Bharat / city

હાથરસ ઘટનાના વિરોધમાં સુરતમાં મહિલાઓએ કલેકટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યો - સુરત લોકલ ન્યુઝ

ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટનાના પગલે સુરતની ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભીલીસ્થાન ટાઇગર સેનાના કાર્યકરો અને મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે બંગડીઓ બતાવી ઉગ્ર દેખાવ કર્યો હતો. જો કે આ વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગના પણ લિરેલીરા ઉડ્યા હતા.

in-surat-women-staged-a-fierce-protest-at-the-collectorate-office-in-protest-of-the-hathras-incident
હાથરસ ઘટનાના વિરોધમાં સુરતમાં મહિલાઓએ કલેકટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યો

By

Published : Oct 6, 2020, 8:55 PM IST

સુરત: હાથરસમાં બનેલી ઘટનાના આરોપીઓને ફાંસીની સજા અપાવવાની ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા માગ કરી જિલ્લા કલેકટર કચેરીએ મંગળવારે વિરોધ કરવામાં આવ્યુ હતું. હાઇકોર્ટની ટકોર હોવા છતાં કલેકટર કચેરી દેખાવ કરી રહેલા લોકો વચ્ચે રીતસર સોશિયલ ડિસ્ટનસિંગના લીરેલીરા ઉડતા અનેક સવાલ ઉભા થયા હતા. કલેકટર કચેરી ખાતે હાજર પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરાવવામાં પણ નિષ્ફળ સાબિત થયા હતા.

હાલ જ હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવનારા તેમજ માસ્ક ના પહેરનારાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ કરાયા છે. તેમ છતાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details