- કતારગામ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલય દ્વારા સ્કૂલ ચાલુ રાખવામાં આવી
- રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વાર બહાર પાડવામાં આવેલા જાહેર નામાનો ભંગ
- સ્કૂલમાં માંથી વિદ્યાર્થીઓ હાથમાં પેપર લઈને આવી રહ્યા છે
સુરત:કતારગામ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયએ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જ બહાર પાડવામાં આવેલા જાહેરનામાંનો ભંગ કર્યો છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને પરિક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે કોરોનાના કેસ સુરતમાં આવી રહ્યા છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા આવી બેદરકારી કરીને વિદ્યાર્થીઓની સાથે ચેડાં કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમને સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.
પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવી રહ્યા છે
સુરત શહેર વાલીમંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, મને આજે એક વાલી મિત્રનો ફોન આવતા કહ્યું કે, સુરતના કતારગામ વિસ્તારની પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે વાલીમંડળના પ્રમુખ ઉમેશ પંચાલ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને આ વાતની જાણકારી આપી ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે, અમારા દ્વારા આ સ્કૂલ વિશે હાલ કોઈ જાણકારી નથી પણ તમે આપી છે તો હવે તપાસ કરવામાં આવશે.