- સંસ્કાર તીર્થ જ્ઞાન સ્કૂલ દ્વારા કોરોના ગાઈડ લાઈનનો ભંગ
- ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણમાટે બોલાવ્યાં
- રાજ્ય સરકારે હજુ સુધી ફક્ત ધોરણ 9 થી 12 માટે જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપી છે
સુરત: શહેરના મોટા વિસ્તારમાં આવેલી સંસ્કાર તીર્થ જ્ઞાન સ્કૂલમાં રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા હોય વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સંસ્કાર જ્ઞાન શાળા દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવવામાં આવી રહ્યો છે તેવું જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આદેશ મુજબ હજી સુધી રાજ્યમાં ફક્ત ધોરણ-9 થી 12ની શાળાઓમાં તમામ પ્રકારના કોવીડ-19ના SOP સાથે ખોલવાની પરમીશન આપવામાં આવી છે. પરંતુ સુરત શહેરમાં મોટા વિસ્તારમાં આવેલી સંસ્કાર જ્ઞાન સ્કૂલને રાજ્ય સરકારના આ નિયમ લાગુ પડતો નથી એમ લાગી રહ્યું છે. સ્કૂલ દ્વારા ધોરણ-8ના વિદ્યાર્થીઓને પણ બોલવી રાજ્ય સરકારના નિયમના ધજાગરા ઉડાડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શાળામાં પ્રિન્સિપલ, શિક્ષકો, સંચાલક તેમજ કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. જો આવામાં કોઈ વિદ્યાર્થી કે કોઈ સ્કૂલ સંચાલકને તથા શિક્ષકને કોરોના થાય તો તેની જવાબદારી કોની રહેશે.
એક વર્ગ ખંડમાં 50 ટકાની સામે 100 ટકા વિદ્યાર્થીઓ
રાજ્યમાં હાલ ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે, પરંતુ તેમાં ધોરણ-8નો સમાવેશ કરાયો નથી. પરંતુ સુરતની આ સ્કૂલ દ્વાર ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન શિક્ષણ આપવામા આવી રહ્યુ હતું ત્યારે આ વાતની જાણ જ્યારે એક જાગૃત નાગરિકને ખબર પડી ત્યારે આ નાગરિક દ્વારા પ્રિન્સીપલ જોડે આ બાબત વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી. સ્કૂલમાં ધોરણ-8ના વર્ગ ખંડમાં 100 ટકા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા હતા. તેમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા શિક્ષિકા પોતે પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યમાં ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, જાણો આ અંગે શું કહે છે રાજકોટના વાલીઓ