- ઈસુદાન પત્રકારિતાની કારકિર્દી દરમિયાન લોકોને ભણાવેલો પાઠ પોતે ભૂલ્યા
- કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા નેતાઓની ઝાટકણી કાઢનાર ખુદ તેનો ભંગ કરતા નજરે પડ્યા
- આપ ના પ્રદેશ પ્રમુખ પણ સમગ્ર કાર્યક્રમમાં માસ્ક વગર જોવા મળ્યા
સુરત: તાજેતરમાં જ પત્રકાર ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. જ્યારબાદ તેઓ બુધવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં આપના કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. જોકે, તેમના સ્વાગત સમયે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. જ્યારે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ખુદ માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતા. તેમ છતાં પત્રકારિતાની પોતાની કારકિર્દી દરમિયાન કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા અનેક નેતાઓ પર સ્ટુડિયોમાં બેસીને ફિટકાર વરસાવનારા ઈસુદાન ગઢવીએ કોઈ ઉચ્ચારણ સુદ્ધા નહોતું કર્યું અને નેતાઓની જેમ ચાલતી પકડી હતી.