ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં Pradhan Mantri Awas Yojana ના ઘર માટે ફોર્મ વિતરણની કામગીરી, કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ - Corona's guideline

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana)ના ઘર માટે ફોર્મ વિતરણની કામગીરી ગુરુવારથી શરુ કરવામાં આવી છે, ત્યારે વહેલી સવારથી જ બેન્ક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એટલું જ નહી અહી કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. લોકોની આવી ભીડ ભારે પણ પડી શકે તેમ છે અને સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી શકે તેમ છે.

Pradhan Mantri Awas Yojana
Pradhan Mantri Awas Yojana

By

Published : Aug 5, 2021, 4:14 PM IST

  • સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 8279 આવાસ બનાવાયા
  • 16 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી આપવાના રહેશે અને ત્યારબાદ ડ્રો કરાશે
  • આવાસના ફોર્મ લેવા માટે નિયમનો ધજાગરા ઉડી રહ્યા છે

સુરત: શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ 8279 આવાસ બનાવાયા છે. તેની ફાળવણી માટે બેન્ક મારફતે ગુરુવારથી ફોર્મ વિતરણ (Form Distribution) કરવામાં આવી રહ્યું છે. 16 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી આપવાના રહેશે અને ત્યારબાદ ડ્રો કરાશે. આ સાથે ડ્રોમાં વેઈટિંગ લીસ્ટમાં રહી ગયેલા લાભાર્થીઓની સંમતી લઈને સીધા ડ્રોમાં જોડી દેવામાં આવશે. પહેલી વાર વેઈટીંગ લીસ્ટમાં લાભાર્થીઓની સંમતી માટે તમામ ઝોનમાં કેમ્પનું આયોજન પણ કરાશે. આ આવાસના ફોર્મ લેવા માટે નિયમનો ધજાગરા ઉડી રહ્યા છે.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર માટે ફોર્મ વિતરણની કામગીરી

સુરતમાં ફરી એક વખત વધી શકે છે કોરોનાનું સંક્મ્રણ

સુરતના અલગ અલગ વિસ્તારમાં બેન્ક બહાર લોકોની લાઈનો લાગી રહી છે. એટલું જ નહી લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (Social distance) વગર લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. સુરતના વરાછા ખાતે આવેલી બેન્ક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. એટલું જ નહી અહી હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, એક તરફ નિષ્ણાતો ત્રીજી લહેરને લઈને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ લોકો અહી બેદરકારી દાખવી રહ્યા છે. લોકોની આવી ભીડ ભારે પણ પડી શકે છે અને સુરતમાં કોરોનાનું સંક્રમણ (Corona transition) ફરી એક વખત વધી શકે તેમ છે.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર માટે ફોર્મ વિતરણની કામગીરી

આ પણ વાંચો: ભદ્ર વિસ્તારમાં લોકોની ભારે ભીડ, કોરોનાના કેસમાં ધરખમ વધારો

તંત્રએ કોઈ કાર્યવાહી કરી નહી

ઉલ્લેખનીય કે, સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. એક તબક્કે રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા હતા પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ (Corona transition) કાબુમાં આવી રહ્યું છે. હવે સુરતમાં બેન્ક બહાર લોકોની આવી ભીડ ફરી એક વખત સંક્રમણ વધારી શકે તેમ છે. તંત્ર અહી મુકપ્રેક્ષક બનીને બેઠું હતું. તંત્ર દ્વારા અહી કોઈ કાર્યવાહી કરી ન હતી. લોકોની સાથે તંત્રની બેદરકારી પણ કોરોનાનું સંક્રમણ (Corona transition) વધારી શકે તેમ છે.

આ પણ વાંચો: વાપીમાં હસ્તકલાના મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના, 10 દિવસના મેળામાં કોરોનાને આમંત્રણ

વાગ્યાથી લાઈનમાં ઉભા છે લોકો

આવાસના યોજનાના ફોર્મ લેવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા. સવારથી જ લોકોની અહી લાંબી લાઈનો લાગી છે. ફોર્મ વિતરણની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સવારથી જ બેન્ક બહાર લોકોનો ઘસારો અને લાંબી લાઈનો જોવા મળી છે. સાથે જ લોકોએ જાણાવ્યું હતું કે, ફોર્મ વિતરણ લાગવગ વિના વહેંચણી થાય તે પણ જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details