ગુજરાત

gujarat

By

Published : Nov 23, 2020, 8:41 PM IST

ETV Bharat / city

સુરત: રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ

કોરોના કહેર વચ્ચે સરકાર દ્વારા જનતાને વારંવાર મેળાવડા અને જાહેરમાં કોઈ પણ જાતની ઉજવણી પર મનાઈ ફરમાવી છે. ત્યારે સુરતમાં રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક શખ્શ જાહેરમાં કેક કાપે છે સાથે આતશબાજી પણ થાય છે.

સુરતમાં રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ
સુરતમાં રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ

  • સુરતમાં આતશબાજી સાથે જાહેરમાં જન્મદિનની ઉજવણી
  • પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ
  • ઉજવણીનો વીડિયો થયો વાઈરલ

સુરત: શહેરમાં ફરી એક વખત રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે, એક ઈસમ જાહેરમાં કેક કાપે છે. આ સાથે આતશબાજી પણ થાય છે. જેનો બર્થડે છે તે મિત્રોને પણ કેક કાપીને ખવડાવતો જોવા મળી રહ્યો છે. આ વાઈરલ વીડિયો ક્યારનો છે, તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ હાલ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ કેસોના કારણે રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે.

રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ
આતશબાજી સાથે જાહેરમાં જન્મદિનની ઉજવણીસુરતમાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં શહેર પોલીસ કમિશનરના જાહેરમાં ઉજવણી ન કરવાના જાહેર નામાનો ભંગ જોવા મળ્યો છે. વાયરલ વિડીયો મુજબ એક વ્યક્તિ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની સાથે સાથે જાહેરમાં આતશબાજી પણ કરવામાં આવે છે. પોલીસ કમિશ્નરે જાહેરમાં જન્મદિનની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં જાહેરનામાના લીરે લીરા ઉડાવવામાં આવ્યાં છે.

વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે પોલીસે વિડીયો અંગે તપાસ શરૂ કરી છે. કારણ કે હાલ સુરતમાં રાત્રિ કરફ્યુ છે. વિડીયો ક્યાં નો છે અને ક્યારે જન્મદિનની ઉજવણી કરાઈ તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details