- પિતા સાથે સંગીતનો રિયાઝ કરતા 3 વર્ષીય શ્રીનો વીડિયો વાઇરલ
- સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે શ્રી
- સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું ધ્યાન ખેંચ્યું
સુરત : ત્રણ વર્ષીય સુરતના બાળકના અવાજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના મનને એટલી હદે મોહિત કરી લીધું કે, અમિતાભે આ બાળકનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરવાથી પોતાને રોકી શક્યા ન હતા.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ બાળક માટે પોતાના ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અંગ્રેજીમાં લખ્યું છે કે, FB 2724 - Child is the Father of Man - મહાનાયક અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા તાનાજી જાદવ અને તેમના 3 વર્ષીય બાળક શ્રી રોજની જેમ સંગીતનો રિયાઝ કરી રહ્યા હતા. જેનો એક નાનકડો વીડિયો તેમને યુટ્યુબ ચેનલ પર મૂક્યો હતો. આ વીડિયો જોત જોતામાં એટલી હદે વાઇરલ થઈ ગયો કે, તેને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું પણ ધ્યાન ખેંચ્યું હતું. આ બાળક જે અદ્દભુત રીતે પિતાની સાથે રિયાઝ કરી રહ્યું છે, તેનાથી પ્રભાવિત થઇને અમિતાભે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ વીડિયો શેર કર્યો છે.
- બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો વીડિયો
આ અંગે શ્રીના પિતા તાનાજી જાદવે જણાવ્યું હતું કે, તેમને મુળ મહારાષ્ટ્રના બારનેર તાલુકાના છે અને તેમના દાદા અને પિતા પણ સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પિતા અને દાદા ભજનિક હતા. તેમને પણ એક શાળામાં સંગીતના શિક્ષક છે. તેમને રોજ પોતાની દીકરા સાથે સંગીતનો રિયાઝ કરતા હોય છે, પરંતુ તેમાં હંમેશાથી તેમના પુત્ર શ્રી શાંતિથી બેઠો સાંભળતો હતો, પરંતુ એકવાર તે રિયાઝ કરવા લાગ્યો અને કંઈક નવું લાગતા પિતાએ વીડિયો બનાવી બે દિવસ પહેલા જ યૂટ્યુબ પર અપલોડ કર્યો હતો.
ગીતનો રિયાઝ કરતા 3 વર્ષના શ્રીનો વીડિયો વાયરલ
- લાઇક શેર અને કોમેન્ટ્સની સંખ્યા લાખોમાં
શ્રીના આ વીડિયોને ઘણા મરાઠી ગાયકોએ પણ શેર કર્યો છે. આ વીડિયો લાઇક અને શેર કરવા બદલ શ્રીએ તમામ સિતારાનો આભાર માન્યો હતો. ત્યાં સુધી આ વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક મળી છે, આ સાથે લાખો લોકોએ આ વીડિયો શેર પણ કર્યો છે.