- સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈને કર્યા જપ્ત
- સુરતના કતારગામ વિસ્તરની ઘટના
- વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
સુરત: ટોઈંગ ક્રેન પણ લોકોને રંજાડવામાં કંઈજ બાકી રાખતી નથી. કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનોને ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો પણ ટોઈંગ ક્રેઈન દ્વારા કરવામાં આવી રહ્યા છે જપ્ત ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે થાય છે ઘર્ષણ
સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહનો ટોઈંગ કરતા લોકો વચ્ચે અવાર નવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે. ઉપરાંત રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કર્યા હોય તેવા વાહનોને ઊંચકવાનો નિયમ હોવા છતાં પણ ક્રેઇન દ્વારા મનસ્વી રીતે વાહનો ઊંચકીને લઈ જવાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. ટાર્ગેટ પુરા કરવા માટે આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
જાગૃત નાગરિકે વીડિયો શેર કર્યો
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ગેટ નંબર 3ની અંદરથી એક ઇસમ બાઈકને લઈને આવે છે અને ટોઈંગ ક્રેનમાં મૂકે છે. ત્યાં હાજર એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને હાલ આ વીડિયો સેશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટોઇંગ ક્રેન ચાલકોની આવી કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. માત્ર ટાર્ગેટ પુરા કરવા માટે જ આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.