- શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાનને મળવા લખ્યા 10 હજાર કાર્ડ
- કાગળ પર લખવાની લુપ્ત પરંપરાને બાળકોએ પત્ર લખી તાજી કરી
- પીએમ મોદી પાસે રૂબરૂ મળવા માટેનો સમય માગ્યો
સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં આવેલ વસિષ્ઠ શાળાના પરિસરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. વિધાર્થીઓ દ્વારા નેશનલ પોસ્ટલ ડે(National Postal Day)એ મનનો ભાવ વ્યક્ત કર્યો છે. આ રીતે વિધાર્થીઓ દ્વારા નેશનલ પોસ્ટલ ડે ની સર્જનાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ટેકનોલોજીના સમયમાં બાળકોએ કાગળને કલમ પકડી
શાળાના માર્ગદર્શન તળે આ રસભર પ્રવૃત્તિમાં ધોરણ 3થી 12ના 10હજાર જેટલા વિધાર્થી ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધો હતો, સાંપ્રત સમયમાં જ્યારે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ જેવી ટેકનોલોજીને કારણે કાગળ લખવાની પરંપરા લુપ્ત થઈ ચૂકી છે ત્યારે બાળકોમાં કાગળ લખવાની કળા વિકશે, સર્જાત્મકતા ખીલે તે માટે શાળામાં અવારનવાર આ પ્રકારનું આયોજન થતું હોય છે,