- પરીક્ષામાં 'છાત્રા યુવા સંઘર્ષ સમિતિ'ના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરાયા
- વિવિધ પ્રશ્નોને લઇને VNSGU નાં કુલપતિને રજૂઆત કરાઇ
- VNSGU માં પેપર ચેકીંગ દરમિયાન છબરડા કરાયા
સુરત : VNSGU માં પેપર ચેકીંગ દરમિયાન એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણી ભૂલો થતી હોય છે. તે ભૂલોને યુનિવર્સિટી દ્વારા જ સંતાડીને વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષા તો આપે છે પણ યુનિવર્સિટીની ભૂલોના કારણે ફેલ કરવામાં આવે છે. 'છાત્રા યુવા સંઘર્ષ સમિતિ' ની માંગ છે કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનાં નિરાકરણ માટે કમિટીની રચના કરવામાં આવે.
પરીક્ષામાં 'છાત્રા યુવા સંઘર્ષ સમિતિ'ના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરાયા
થોડા દિવસો પેહલાં BSC Micro Sem-6 ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 'છાત્રા યુવા સંઘર્ષ સમિતિ'ના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. તેમનાં સમગ્ર પેપરમાં ચોકડીઓ મારવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓએ આ બાબતે રજૂઆત કરી હતી કે, જે પ્રોફેસરોએ પેપર ચેક કર્યા છે તે પ્રોફેસર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે. જ્યાં સુધી માંગ સંતોષવામાં નહી આવે ત્યાં સુધી અમે યુનિવર્સિટીમાંથી હટવાના નથી.