- હીરા નગરીમાં હીરાના કારખાનાના માલિકો સાથે છેતરપિંડી
- વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં આપ્યો હતો ઘટનાને અંજામ
- હીરાની છતરપિંડી કરનારો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
સુરતઃ હીરા નગરી તરીકે પ્રખ્યાત શહેરમાંં કરોડો રૂપિયાના હીરાનો કારોબાર થાય છે. જોકે અમુક લોકો કરખાનેદારોને વિશ્વાસમાં લઈ તેમની સાથે વિશ્વાસઘાત કરે છે. આવી જ એક ઘટના શહેરના વરાછા વિસ્તારમાં અને બીજી કાપોદ્રા વિસ્તારમાં બની હતી. વરાછા વિસ્તારમાં સેન્ટ્રલ બજારમાં હીરાની ઓફિસ ચલાવતા અજય શાહ ઘણા સમયથી હીરાની લે-વેચનો ધંધો કરે છે. જોકે થોડા સમય અગાઉ આ આરોપી ટોળકી હીરા જોવાના બહાને ઓફિસમાં આવી હતી અને અજયની નજર ચૂકવી 27 લાખના હીરા ભરેલું પડીકું બદલાવી લીધું હતું. હીરાનું પડીકું બદલાવી આરોપી ટોળકી ત્યાંથી નાસી છૂટી હતી. જોકે અજયને આ વાતની જાણ થતાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃદિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી
કાપોદ્રામાં પણ હીરા ચોરીને આપ્યો હતો અંજામ