ગુજરાત

gujarat

ETV Bharat / city

Vapi Municipal Corporation: જીત બાદ BJPની પ્રથમ સામાન્ય સભા યોજાઇ, પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતની બોડીની થઈ વરણી - વાપીનો વિકાસ

વાપી નગરપાલિકામાં ભાજપે (bjp in vapi municipal corporation) સત્તા કબજે કર્યા બાદ મંગળવારે પ્રથમ સામાન્ય સભાનું આયોજન (first general meeting in vapi municipal corporation) કરવામાં આવ્યું હતું. 28મી નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ (vapi municipal corporation election 2021) ભાજપે 44 બેઠકોમાંથી 37 બેઠક જીતી સત્તા કબજે કરી છે. 14મી ડિસેમ્બરે પાલિકાના પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરી તમામને બિનહરીફ ચૂંટી શુભેચ્છા પાઠવી હતી.

Vapi Municipal Corporation: જીત બાદ BJPની પ્રથમ સામાન્ય સભા યોજાઇ, પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતની બોડીની થઈ વરણી
Vapi Municipal Corporation: જીત બાદ BJPની પ્રથમ સામાન્ય સભા યોજાઇ, પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતની બોડીની થઈ વરણી

By

Published : Dec 14, 2021, 6:02 PM IST

  • વાપી નગરપાલિકામાં જીત બાદ BJPની પ્રથમ સામાન્ય સભા
  • પાલિકાના પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
  • પ્રમુખ તરીકે કાશ્મીરા હેમલ શાહની વરણી કરાઈ

વાપી: વાપી નગરપાલિકામાં ભાજપે (bjp in vapi municipal corporation) સત્તા કબજે કર્યા બાદ મંગળવારે પ્રથમ સામાન્ય સભાનું આયોજન (first general meeting in vapi municipal corporation) કરવામાં આવ્યું હતું, જેમાં અઢી વર્ષના કાર્યકાળ માટે મહિલા પ્રમુખ તરીકે કાશ્મીરા હેમલ શાહને બિનહરીફ ચૂંટવામાં આવ્યાં છે, જ્યારે ઉપ-પ્રમુખ તરીકે અભય જયંતિલાલ શાહ, કારોબારી ચેરમેન પદે મિતેષ નવનીત દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

Vapi Municipal Corporation: જીત બાદ BJPની પ્રથમ સામાન્ય સભા યોજાઇ, પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિતની બોડીની થઈ વરણી

ભાજપે પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કર્યા

વાપી નગરપાલિકાના 28મી નવેમ્બરે યોજાયેલા મતદાન (vapi municipal corporation election 2021) બાદ 14મી ડિસેમ્બરે પાલિકાના પ્રમુખ, ઉપ-પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પાલિકા (Vapi Municipal Corporation)ના સભાખંડમાં આયોજિત પ્રથમ સામાન્ય સભામાં પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર સહિત તમામ ચૂંટાયેલા નગરસેવકોની ઉપસ્થિતિમાં ભાજપે પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા.

પાલિકાના પ્રમુખ, ઉપ-પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી

પ્રમુખ તરીકે કાશ્મીરા હેમલ શાહ, ઉપ-પ્રમુખ તરીકે અભય જયંતીલાલ શાહ, કારોબારી ચેરમેન તરીકે મિતેષ નવનીત દેસાઈ, પક્ષના નેતા તરીકે નિલેશ રાઠોડ અને દંડક તરીકે દિલીપ યાદવની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ, ઉપ-પ્રમુખ (vice president vapi municipal corporation) અને કારોબારી ચેરમેનેવાપીના વિકાસ (development of vapi)ને વધુ ઊંચાઈએ લઈ જવા માટે તેમજ આગામી દિવસોમાં વાપી, નોટિફાઇડ, આસપાસના ગ્રામ વિસ્તાર (village areas in vapi)નો સમાવેશ કરી મહાનગરપાલિકા બનાવવાના પ્રયાસો કરીશું તેવું જણાવ્યું હતું.

પ્રમુખ તરીકે કાશ્મીરા હેમલ શાહ, ઉપ-પ્રમુખ તરીકે અભય જયંતીલાલ શાહ, કારોબારી ચેરમેન તરીકે મિતેષ નવનીત દેસાઈની વરણી.

વિપક્ષને સાથે રાખી સમાંતર વિકાસ કરશે

ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકામાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવ્યા બાદ તમામે નવા પ્રમુખ, ઉપ-પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી. નવા વરાયેલા પ્રમુખ, ઉપ-પ્રમુખે પણ તેમના પર સોંપેલી જવાબદારીનું સંપૂર્ણ સન્માન કરી સમર્પણની ભાવનાથી લોકો સાથે સંવાદ સાધી વિકાસના કામમાં આગળ વધવાની ખાતરી આપી હતી, જેમાં ભાજપમાં નગરસેવકો અને વિપક્ષને સાથે રાખી સમાંતર વિકાસની ગતિથી આગળ વધવાનો હુંકાર કર્યો હતો.

સામાન્ય સભામાં આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવ્યા બાદ તમામે નવા પ્રમુખ, ઉપ-પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: Vapi theft case : વાપીમાં SOGની ટીમે GIDCમાં આવેલી કંપનીઓમાંથી 8 ચોરને દબોચ્યા, 4.45 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: Vapi Municipality Election 2021: વાપી પાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે આજે મતગણતરી

ABOUT THE AUTHOR

...view details