- નવી 7 યુનિવર્સિટીમાં સુરતના વનિતા વિશ્રામનો સમાવેશ
- વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે
- રાજ્યમાં મહિલા યુનિવર્સિટી બનવા માટે જઈ રહી છે તે સૌથી ગૌરવની વાત
આ પણ વાંચોઃખાનગી યુનિવર્સિટી સુધારણા બિલ વિધાનસભામાં પસાર, રાજયની પ્રથમ મહિલા યુનિવર્સિટી સુરતમાં સ્થપાશે
સુરતઃ રાજ્ય શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યસભામાં આજે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કાર્યરત થનારી 7 જેટલી નવી યુનિવર્સિટીનો સમાવેશ કર્યો હતો. તેમાં એમ કહેવામાં આવ્યું કે, ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના બાદ સૌપ્રથમવાર સંપૂર્ણપણે સુરતમાં કાયમી થનારી વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી અગ્રેસર છે. કારણ કે, ગુજરાતમાં અત્યારે એક પણ વુમન્સ યુનિવર્સિટી નથી. આ માટે જ રાજ્યની દીકરીઓ મોટી રકમ ભરીને વુમન્સ યુનિવર્સિટી તરીકે મુંબઈમાં જતા હતા, પરંતુ હવે રાજ્યમાં સુરતમાં જ થોડા સમયમાં વુમન્સ યુનિવર્સિટી કાર્યરત થશે. આથી રાજ્યની દીકરીઓ સુરત ખાતે શિક્ષક કક્ષાનું જ્ઞાન લેવા આવશે.