ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ યુવતીએ આઘાતમાં આવી જતા કર્યો હતો આપઘાત - વડોદરા પોલીસ

વડોદરામાં દિવાળીની રાત્રે નવસારીની એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ (Gang Rape) થયું હોવાની ઘટનાથી ચકચાર મચી છે. ત્યારે હવે આ દુષ્કર્મ કેસની (Rape Case) તપાસ માટે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની (Ahmedabad Crime Branch) એક ટીમે સુરત પહોંચી સુરત રેલવે પોલીસ (Sural Railway Police) સાથે મળીને તપાસ શરૂ કરી હતી. બંને પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) જોતા યુવતી સુરત બસ સ્ટેન્ડ (Bus Stand) અને રેલવે સ્ટેશન (Railway Station) પર આવતી દેખાઈ હતી. આપને જણાવી દઈએ કે, આ યુવતીએ ગુજરાત ક્વીન ટ્રેનના (Gujarat Queen Train) એક ડબ્બામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તો આ દુષ્કર્મ કેસની (Rape Case) તપાસમાં વડોદરા પોલીસ (Vadodara Police), રેલવે પોલીસ (Railway Police) અને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમ પણ જોડાઈ છે.

વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ મૃતક યુવતી CCTV ફૂટેજમાં સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવતી દેખાઈ
વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ મૃતક યુવતી CCTV ફૂટેજમાં સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવતી દેખાઈ

By

Published : Nov 16, 2021, 3:14 PM IST

Updated : Nov 16, 2021, 8:36 PM IST

  • વડોદરામાં નવસારીની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસનો (Gang Rape Case) મામલો
  • કેસની તપાસમાં વડોદરા પોલીસ (Vadodara Police), રેલવે પોલીસ (Railway Police) અને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમ પણ જોડાઈ
  • યુવતીએ ગુજરાત ક્વીન ટ્રેનના (Gujarat Queen Train) એક ડબ્બામાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
  • બસ ડેપોથી રેલવે સ્ટેશન (Railway Station) પહોંચવા સુધીના અંતર વચ્ચે એક કલાકનો સમયગાળો દેખાઈ છે

સુરતઃ વડોદરામાં દિવાળીની રાત્રે નવસારીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ (Gang Rape Case) થયું હતું. ત્યારબાદ યુવતીએ વલસાડ રેલવે સ્ટેશન યાર્ડમાં (Valsad Railway Station Yard) ઉભી રહેલી ગુજરાત ક્વીન ટ્રેનના (Gujarat Queen Train) એક ડબ્બામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે હવે આ ચકચારી કેસમાં વડોદરા પોલીસ (Vadodara Police), રેલવે પોલીસ (Railway Police) તેમ જ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, જેના અનુસંધાને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની (Ahmedabad Crime Branch) એક ટીમ સુરત આવી હતી. અહીં સુરત રેલવે પોલીસ (Surat Railway Police) સાથે ભેગા મળીને તપાસ શરૂ કરી હતી તેમ જ સીસીટીવી ફુટેજમાં (CCTV Footage) યુવતી સુરત બસ સ્ટેન્ડ (Bus Stand) અને રેલવે સ્ટેશન (Railway Station) પર આવતી દેખાઈ છે.

મૃતક યુવતી CCTV ફૂટેજમાં સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવતી દેખાઈ

આઘાતમાં આવી જતા કર્યો હતો આપઘાત

19 વર્ષની યુવતીએ દુષ્કર્મ થતા આઘાતમાં આવી જતા કર્યો હતો આપઘાત આ બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે શંકાસ્પદ તેમજ ફતેહગંજ વિસ્તારમાં ચાની લારી પર કામ કરતા ઈસમની પણ કરી અટકાયત. CCTV ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા કરાવામા આવી છે અટકાયત.

આ પણ વાંચોઃવડોદરા ગેંગરેપ-આત્મહત્યા કેસ: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા નરાધમને શોધવા 5 એજન્સી કામે લાગી

યુવતીની આસપાસ શંકાસ્પદ યુવકની હલનચલન દેખાઈ હતી

જોકે, સીસીટીવી ફૂટેજના (CCTV Footage) ટાઈમિંગમાં પણ થોડો ફેરફાર જણાય છે. કારણ કે, બસ ડેપોથી રેલવે સ્ટેશન પહોંચવા સુધીના અંતર વચ્ચે એક કલાકનો સમયગાળો દેખાય છે. એ એક કલાક બાદ યુવતી સુરત રેલવે સ્ટેશને (Surat Railway Station) જે ટ્રેનમાં બેસતી હતી અને પ્લેટફોર્મ ઉપર ફરતી હતી તે મેળવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં (CCTV Footage) યુવતીની આસપાસ ભૂરા કલરની ટી-શર્ટવાળા યુવકની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી, પરંતુ ટ્રેન ચાલુ થયા પછી યુવક પ્લેટફોર્મથી બીજે જતો દેખાતા તે યુવાન યુવતીનો પીછો નહતો કરતો.

એક ટ્રેનના કોચ નં.ઈ-11માં ચડતી દેખાઈ છે

આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના (Ahmedabad Crime Branch) અધિકારીઓ આજે સુરત આવ્યા હતા. અને સુરત રેલવે પોલીસ (Surat Police) સાથે મળીને યુવતીના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) મેળવ્યા હતા. આ સીસીટીવી ફુટેજમાં (CCTV Footage) યુવતી રેલવે સ્ટેશન ઉપર એક બેગ લઈને જતી દેખાઈ હતી અને ત્યારબાદ એક ટ્રેનના કોચ નં. ઈ-11માં ચડતી દેખાઈ હતી, જેના અનુસંધાને પોલીસે ઈ-11માં પ્રવાસ કરતા પ્રવાસીઓનું નામ સાથેનું લિસ્ટ મેળવ્યું છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને યુવતીની આજુબાજુમાં કોઇ વ્યક્તિ હતું કે, નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃનવસારીની યુવતી પર દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ, મૃતદેહ અને ડાયરી મળ્યા બાદ થયા ચોંકાવનારા ખુલાસા

યુવતીની આજુબાજુ ફરતો યુવક પોલીસને વધુ શંકાસ્પદ ન લાગ્યો

જોકે, સીસીટીવી ફૂટેજમાં (CCTV Footage) યુવતીની આજુબાજુ બ્લ્યૂ રંગની ટીશર્ટવાળો યુવક દેખાતો હોવાથી પોલીસે તેની ફરતે પણ તપાસ કરી હતી, પરંતુ યુવક ટ્રેન ચાલુ થઈ ત્યારે બહાર નીકળતો દેખાયો હતો. તો હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા આવતીકાલે પણ આ પ્રકરણમાં અલગઅલગ જગ્યાએ તપાસ કરશે તેમ જાણવા મળી રહ્યું છે.

Last Updated : Nov 16, 2021, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details