ગુજરાત

gujarat

ETV Bharat / city

વદેશીયા ગામ બનશે સ્માર્ટ વિલેજ, UNICEFF દ્વારા લેવામાં આવ્યુ દત્તક

સુરતનું આદિવાસી ગામ વદેશીયા હવે બનશે સ્માર્ટ વિલેજ, વૈશ્વિક સંસ્થા દ્વારા ગામને સ્માર્ટ વિલેજ બનાવવા એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યુ છે. સંસ્થાના માણસો અને મિશન સ્વચ્છ ભારતના અધિકારીઓએ ગામનો સર્વે કરી માઈક્રો પ્લાનિંગ તૈયાર કર્યો છે

વદેશીયા ગામ બનશે સ્માર્ટ વિલેજ
વદેશીયા ગામ બનશે સ્માર્ટ વિલેજ

By

Published : Jun 17, 2021, 11:44 AM IST

Updated : Jul 7, 2021, 12:36 PM IST

  • વદેશીયા ગામ બનશે સ્માર્ટ વિલેજ
  • વૈશ્વિક સંસ્થાએ એક વર્ષ માટે રાખ્યું દત્તક
  • સંસ્થાના માણસોએ ગામની મુલાકાત લઈ સર્વે હાથ ધર્યું

સુરતઃમાંડવી તાલુકાના વદેશીયા હવે સ્માર્ટ વિલેજ બનવા જઈ રહ્યું છે કારણ કે, વૈશ્વિક સંસ્થા UNICEFF દ્વારા ગામને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યુ છે. 16 જૂને વદેશીયા ખાતે સંસ્થાના માણસો અને કેન્દ્ર સરકારના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તેઓએ સમગ્ર ગામનો સર્વે હાથ ધર્યો હતો. હવે ટૂંક સમયમાં ગામને કઈ રીતે સ્માર્ટ બનાવવું તેમજ માઈક્રો પ્લાનની કામગીરી હાથ ધરી હતી. છેલ્લા લાંબા સમયથી ગામને સ્માર્ટ બનાવવા માટે ગ્રીન ટીમ પ્રયત્ન કરી રહી હતી.

વદેશીયા ગામ બનશે સ્માર્ટ વિલેજ

સંસ્થા દ્વારા ગામને દત્તક લેતા સોનામાં સુગંધ ભળી

ગામના યુવા આગેવાન મિતુલ ચૌધરીની આગેવાનીમાં ગામના વિકાસ માટે ગ્રીન ટીમ બનાવી ગામના વેસ્ટમાંથી બેસ્ટની કામગીરી, લાઈબ્રેરી, ઘરે ઘરે શૌચાલય તેમજ સ્વચ્છ ગામ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેઓ આ કામગીરીમાં ખરા ઉતર્યા પણ હતા. ત્યારે હાલ વૈશ્વિક સંસ્થા દ્વારા ગામને સ્માર્ટ વિલેજ માટે દત્તક લેતા સોનામાં સુગંધ ભળી હતી.

વદેશીયા ગામ બનશે સ્માર્ટ વિલેજ

આ પણ વાંચોઃવિશ્વમાં થતા બાળલગ્નમાં દરેક ત્રણમાંથી એક બાળકી ભારતીયઃ યુનિસેફ

Last Updated : Jul 7, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details