ગુજરાત

gujarat

By

Published : Mar 27, 2021, 10:09 AM IST

Updated : Mar 27, 2021, 4:21 PM IST

ETV Bharat / city

સુરતમાં સામાજિક સંસ્થા દ્વારા વેક્સિન કેમ્પ યોજાયો

સુરત શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજિંદા 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા વેક્સિનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સુરતની સામાજિક સંસ્થા લાયન્સ ક્લબ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

વેક્સિન કેમ્પ
વેક્સિન કેમ્પ

  • સુરતમાંરોજિંદા 500થી વધુ પોઝિટિવ કેસ
  • લાયન્સ ક્લબ ગ્રુપ દ્વારા લિંબાયત ખાતે નિ:શુલ્ક વેક્સિન કેમ્પ
  • 2 લાખ કરતા વધુ લોકોને વેક્સિન અપાઇ

સુરત : ભારતભરમાં અલગ-અલગ રાજ્યોમાં ફરી કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ દિન-પ્રતિદિન સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના સહયોગથી લાયન્સ ક્લબ ગ્રુપ દ્વારા લિંબાયત ખાતે નિ:શુલ્ક વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

સુરતમાં સામાજિક સંસ્થા દ્વારા વેક્સિન કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે. રોજિંદા 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા વેક્સિનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 2 લાખ કરતા વધુ લોકોને વેક્સિન અપાઇ ગઇ છે. ત્યારે સુરતમાં સામાજિક સંસ્થા પણ આગળ આવી છે. સુરતની સામાજિક સંસ્થા લાયન્સ ક્લબ ગ્રુપદ્વારા નિઃશુલ્ક વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -સુરતમાં શુક્રવારે કોરોના વાઈરસના 745 કેસ નોંધાયા

100 કરતા વધુ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો

સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે મનપાના સહયોગથી લાયન્સ કલબ ગ્રુપ દ્વારા 45 વર્ષ કરતાં વધુ વયના લોકો માટે નિઃશુલ્ક વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં લાયન્સ ક્લબના આગેવાનો સહિત કેમ્પનો લાભ લેવા લોકો ઉમટી પડ્યા હતા. બપોર સુધીમાં 100 કરતા વધુ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને કારણે તંત્ર ચિંતામાં

Last Updated : Mar 27, 2021, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details