ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat: વેપારીઓ અને કામદારોને માટે ટેક્સટાઇલ માર્કેટમાં જ વેક્સિનેશનનું આયોજન

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન(Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં આજે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા વિવિધ માર્કેટમાં વ્યાપારીઓ તથા કામદારો માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેપારીઓ અને કામદારો માટે ટેક્સટાઇલ માર્કેટમાં વેક્સિનેશનનું આયોજન
વેપારીઓ અને કામદારો માટે ટેક્સટાઇલ માર્કેટમાં વેક્સિનેશનનું આયોજન

By

Published : Aug 8, 2021, 4:28 PM IST

  • ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ માટે વેક્સિનેશન જરૂરી
  • માર્કેટના કામદારો પોતાના વિસ્તારમાં આવેલા વેક્સિન સેન્ટર પર જઈ વેક્સિન લેતા હતા
  • ટેક્સટાઈલ માર્કેટમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા મૂકાય છે વેક્સિન

સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી તથા કામદારો માટે વેક્સિનેશન(Vaccination) નું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે એવો આદેશ કર્યો હતો કે, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કામદારોએ વેક્સિન(Vaccine ) ફરજિયાત પણે લઈ લેવી નહીં તો માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વાતને લઇને છેલ્લા ઘણા સમયથી માર્કેટના કામદારો પોતાના વિસ્તારમાં આવેલા વેક્સિન સેન્ટર પર જઈ વેક્સિન લેતા હતા.

વેપારીઓ અને કામદારો માટે ટેક્સટાઇલ માર્કેટમાં વેક્સિનેશનનું આયોજન

આ પણ વાંચો- ગુજરાતના 2.47 કરોડ લોકોને હજુ સુધી નથી મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ

વેક્સિનેશન સેન્ટર પર લાંબી લાઇનો લાગતી હોવાથી કામદારો વેક્સિન લીધા વગર રહી જતા

આ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન(Vaccine ) લેવા માટે ટોકન આપવામાં આવતું અને લાંબી લાઇનો પણ લાગતી હતી. જેના કારણે કામદારો વેક્સિન લીધા વગર જ રહી જતા હતા. આથી સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા જ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા દરેક માર્કેટમાં શરૂ કરાયું છે વેક્સિનેશન

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા વેક્સિન (Vaccine )મૂકવામાં આવે છે. તેમની ટીમ દ્વારા વિવિધ માર્કેટમાં વેપારીઓ તથા કામદારોને વેક્સિનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનાથી વ્યાપારીઓ તથા કામદારોને પોતાના જ વિસ્તારમાં રહેતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવું પડશે નહિ. પોતાના જ રોજગાર નજીક આ સુવિધા હોવાના કારણે લોકોએ સુરત મહાનગરપાલિકા આરોગ્યની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરતમાં આજે વેપારીઓ અને કામદારો માટે વેક્સિનેશનનું આયોજન

લેબર વર્ગને તકલીફ ના પડવી જોઈએ

આ બાબતે માર્કેટમાં વેક્સિનેશન(Vaccination) માટે લાઇનમાં ઉભા રહેતા કામદારોએ કહ્યું કે, અત્યાર સુધી વેક્સિન લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. પરંતું અમારી જ રોજગારીની જગ્યાએ આ વ્યવસ્થા શરૂ કરવાથી ઘણી રાહત થઇ છે. હવે અમે વેક્સિન લઇને માર્કેટમાં પ્રવેશ કરી શકીશું.

આ પણ વાંચો- રાજકોટમાં વેક્સિન લેવા લાગી લાંબી લાઈનો, ક્યાંક થયો હોબાળો

વેક્સિન સેન્ટર પર પહોંચીએ ત્યાં વેક્સિનનો સ્ટોક પુરો થઇ જતો હતો

વેક્સિન માટે લાઇનમાં ઉભા રહેલા એક બેને કહ્યું છે કે, સ્કૂલના વેક્સિન સેન્ટર પર વેક્સિન મૂકવામાં આવતી હતી, ત્યારે વેક્સિનનો સ્ટોક પુરો થઇ જતો હતો. ત્યારબાદ અમને જ્યાં ખબર પડતી ત્યાં અમે જતા રહેતા હતા. ત્યાં પણ જઈને કોશિશ કરતા હતા કે વેક્સિન મળી જાય પણ મળતી ન હતી. અહી માર્કેટમાં જ વેક્સિન મૂકવાનું શરૂ થતા અમે વહેલી તકે વેક્સિન મૂકાવવા આવી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details