સુરત : UNSCO દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ શહેરોને 10 કેટેગરીના અલગ અલગ એવોર્ડ આપવામાં આવતા હોય છે. જેમાં શિક્ષણ, ઉત્તમ કાર્ય, પ્રગતિ સહિતના એવોર્ડ આપવામાં આવે છે. જેમાં સુરતને UNSCO દ્વારા ગત ઓક્ટોબર માસમાં રિઝિલિયન્સ સિટી 2020નો એવોર્ડ મળ્યો હતો.
સુરત શહેરને UNSCOએ આપ્યો રિઝિલિયન્સ એવોર્ડ 2020 - Surat city
જીવલેણ રોગ પ્લેગ હોય, વાવાઝોડું હોય કે પછી પૂર જ કેમ ન હોય આ બધી જ આપત્તિઓમાંથી પસાર થઈ બેઠા થવાનું જોમ સુરતની તાસીર છે. અનેક કુદરતી આપદાઓએ સુરતને ક્ષતિ પ્રયાસ કર્યો છે, પરંતુ દર વખતે સુરત એમાંથી ફિનિક્સ પક્ષીની માફક ફરી બેઠું થયું છે. સુરતના આ મિજાજને પારખીને UNSCO દ્વારા સુરતને એક વિશિષ્ટ એવોર્ડ રેઝિલિયન્સ એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે. જે માટે સુરત ખરેખર હકદાર છે.
આ એવોર્ડ પેરિસ ખાતે આપવામાં આવવાનો હતો, પરંતુ કોરોના સંક્રમણને કારણે આ એવોર્ડ બાદમાં માર્ચ-એપ્રિલમાં આપવાનું નક્કી થયું હતું. જો કે, સુરતમાં કોરોના સંક્રમણ વધતા સુરતને આ એવોર્ડ વર્ચ્યુલી આપવામાં આવ્યો હતો. જે દરેક સુરતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે.
આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, UNSCO દ્વારા 10 અલગ અલગ કેટેગરીના એવોર્ડ આપવામાં આવતા હોય છે. જેમાં સુરતને રેઝિલિયન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. સુરત આ એવોર્ડ માટે હકદાર પણ છે. આ એવોર્ડ પેરિસ જ ખાતે યોજાતા સમારોહમાં લેવા જવાનું હતું, પરંતુ હાલ ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારીને કારણે તે શકય બન્યું નહીં. અંતે તેમને આ એવોર્ડ વર્ચ્યુલી આપવાનું નક્કી કર્યું હતું. શુક્રવારના રોજ સુરતને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.