સુરત: શહેરની એક ડિઝાઈનર ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા 15મી સદીની 1000 વર્ષ જૂની મધ્ય એશિયન દેશોની જાણીતી વોટર માર્બલિંગ પ્રિન્ટ પ્રોસેસનો ઉપયોગ કરીને વિવિધ પ્રિન્ટની ડિઝાઈનર ફેબ્રિકસ તૈયાર કરવામાં આવ્યુ છે. ખાસ વાત એ છે કે, આ પદ્ધતિ માટે જરૂરી કેમિકલ ઈન્સ્ટિટયૂટમાં જ બનાવવામાં આવ્યું છે. જે માર્કેટની કિંમત કરતા ઘણું સસ્તું બને છે. આ પ્રોસેસ માટે કોટન અને વિસ્કોસ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વોટર માર્બલિંગ પ્રિન્ટ પદ્ધતિ લગભગ 1000 વર્ષ જૂની છે, આ પ્રકારની પાણીની પેઈન્ટિંગ પૂર્વ એશિયામાં 15મી સદીમાં જાણીતી બની હતી. આફ્રિકામાં ઘણા વર્ષોથી આ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં એક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેના પર રિસર્ચ કરીને જાતે જ કેમિકલ બનાવામાં આવ્યું છે. જે માર્કેટના ભાવ કરતા ઘણું સસ્તુ પડે છે. જેમાંથી 30 વિદ્યાર્થીઓ દ્વારા 100 મીટર ફેબ્રિકસ પર વિવિધ પ્રિન્ટ કરી ડિઝાઈનર ફેબ્રિકસ બનાવવામાં આવ્યુ છે. પ્રિન્ટ માટે કોટન અને વિસ્કોસ ફેબ્રિકનો ઉપયોગ કરાયો છે. મહત્વની વાત એ છે કે, દોઢ મીટરનું ફેબ્રિકસ ફક્ત 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. બહાર માર્કેટમાં વોટર થિકનર પાવડરની કિંમત ઘણી વધુ છે, જેથી સામાન્ય વ્યક્તિને પરવડી કરી શકે એમ નથી. જેને કારણે તેના માટે જરૂરી કેમિકલ આ ઈન્સ્ટિટ્યૂટમાં જ બનાવામાં આવે છે, જેથી તેની કિંમત ઓછી કરી શકાય.
વોટર માર્બલિંગ પ્રિન્ટ માટે પહેલા ફેબ્રિકસની સાઈઝને અનુરૂપ ટ્રે લેવામાં આવે છે જેમાં પાણી હોય છે. પાણીની ઉપર કલર રહી શકે એ માટે પાણીમાં વોટર થિકનર પાવડર ઉમેરવામાં આવે છે. જે પાણી પર એક લેયર બનાવી છે. જે ફેબ્રિકના પીગમેન્ટ કલર પાણી પર ડ્રોપના ફોર્મમાં રહી શકે. બાદમાં જે પ્રમાણે પ્રિન્ટ જોઈતી હોય એ પ્રમાણે ડ્રોપ મૂકીને પતલી સ્ટીક થી ફ્રી- હેન્ડ ડિઝાઈન કરવામાં આવે છે. ત્યારબાદ ફેબ્રિકની ટ્રેમાં મૂકી પ્રિન્ટ સેટ થાય એટલે થોડીવાર પછી તેને કાળજીપૂર્વક ઉઠાવી લેવામાં આવે છે અને સૂકવવા માટે મુકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, એકવાર જે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે તે ફરીથી બનાવી શકાય નહીં.