ગુજરાત

gujarat

ETV Bharat / city

VNSGUમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે અનોખો વિરોધ - સુરત NSUI

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બુધવારે સુરત NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

VNSGUમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે અનોખો વિરોધ
VNSGUમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે અનોખો વિરોધ

By

Published : Aug 5, 2021, 2:03 PM IST

  • ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે વિરોધ
  • કવિ નર્મદની પ્રતિમાને દૂધથી અભિષેક કરવામાં આવ્યો
  • BJPના પૂતળા બનાવી NSUI દ્વારા વિરોધ

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બુુધવારે શહેર NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આ બાબતે કેટલાક દિવસથી યુનિવર્સિટીમાં અલગ-અલગ સંસ્થાઓ, ર્થી સંગઠન તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા પણ આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન કોલેજના શિક્ષકો, સંચાલકો દ્વારા આ મુદ્દે મોટી સંખ્યામાં જોડાઈ વિરોધ કર્યો હતો.

VNSGUમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે અનોખો વિરોધ

કવિ નર્મદની પ્રતિમાને દૂધથી અભિષેક કરવામાં આવ્યો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કવિ નર્મદની પ્રતિમાને દૂધથી અભિષેક કરીને "કવિ નર્મદ અમર રહો" ના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે "ભાજપ તેરી તાનાશાહી ચલેગી"ના નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત પણ કરવામાં આવ્યું હતું. એમ કહેવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિત માટે તાત્કાલિક કોઈ એક વિકલ્પ લેવામાં આવે તેવી રજૂઆત કરી છે.

BJPના પૂતળા બનાવી વિરોધ કર્યો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શહેર NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં NSUI દ્વારા યુનિવર્સિટીમાં આવેલી કવિ નર્મદની પ્રતિમા ઉપર દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપ સરકારનું પૂતળુ પણ બનાવામાં આવ્યું હતું. ત્યારે NSUI દ્વારા ભાજપના પૂતળાને લઈને ભાજપ તેરી તાનાસાહી નહિ ચલેગીના નારાઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતની 8 ગ્રાન્ટેડ કોલેજો

આજે દક્ષિણ ગુજરાતની 8 ગ્રાન્ટેડ કોલેજો છે. તેને ખાનગીકરણ કરવામાં આવ્યુ છે. તેને લઈને વિરોધ કરવામાં આવ્યે હતે. અમારી સુરત NSUI દ્વારા એક જ માંગણી છે કે, જે 8 ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે. જો આવનારા સમયમાં કોલેજોનું ખાનગીકરણ થશે તો વિદ્યાર્થીઓની ફી મોંઘી થઇ જશે.

VNSGUમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે અનોખો વિરોધ

પ્રોફેસરો કર્મચારીઓની નોકરી પણ જોખમમાં

હાલના સમયમાં તે કોલેજોમાં વિદ્યાર્થીઓ 2000 થી 2500માં અભ્યાસ લઇ રહ્યા છે. જ્યારે તે વિદ્યાર્થી ખાનગીકરણમાં જશે તો બમણી ફી ચૂકવવી પડશે. ત્યાર બાદ પ્રોફેસરો કર્મચારીઓની નોકરી પણ આવનારા સમયમાં જોખમમાં મુકાય શકે છે. હાલ જે વિદ્યાર્થી TY માં છે તેઓનું ગ્રેજ્યુએશન થઇ જશે. ત્યારબાદ તે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે MA, M.Com માટે બીજી યુનિવર્સિટીમાં જશે. ત્યારે આપણી યુનિવર્સિટીનો નિયમ છે કે, અન્ય યુનિવર્સિટીમાં 2% કોટા કરીને એડમિશન ફાળવામાં આવે છે. ત્યારે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું 90% હશે તેમ છતાં તેને એડમિશન મળશે નહિ.

આ પણ વાંચો:VNSGUમાં ABVP દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા અંગે કુલપતિને રજૂઆત

વિદ્યાર્થીઓ સાથે અન્યાય

આ વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે અમારી સુરત NSUI દ્વારા એક જ માંગણી છે કે, આ જે 8 ગ્રાન્ટેડ કોલેજો છે તેની પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવે તથા તે કોલેજોને તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવે. જો આવનારા સમયમાં આ પ્રવેશ પ્રક્રિયા ના કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓ સાથે મળીને અમે ભગતસિંહના માર્ગે આંદોલન કરીશું.

ABOUT THE AUTHOR

...view details