ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની 11 વર્ષની ચાર્વી ડોરાની અનોખી સિદ્ધિ : 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ - World record

સુરતની 11 વર્ષીય ચાર્વી ડોરા નામની બાળકીએ માત્ર 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 7 વર્ષની હતી ત્યારે ચાર્વીએ પહેલી બુકની સિરીઝ વાંચી હતી અને આ આખી સિરીઝ તે એક જ મહિનામાં વાંચી ગઈ હતી, ત્યારબાદ એક પછી એક એમ 2 હજારથી પણ વધુ પુસ્તકો તેણે વાંચી છે. આ સિદ્ધિ બદલ ચાર્વીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી ''યંગેસ્ટ ટૂ રીડ ધ મેક્સિમમ નમ્બર્સ ઓફ બુક્સ'' નું ટાઈટલ આપવામાં આવ્યું છે.

ચાર્વી ડોરા
ચાર્વી ડોરા

By

Published : Aug 31, 2021, 3:38 PM IST

  • વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને "યંગેસ્ટ ટુ રીડ ધ મેક્સીમમ નંબર્સ ઓફ બુક્સ" નો ખિતાબ આપ્યો
  • 2000 થી વધુ બુકસમાંથી રેન્ડમ 41 બુક્સ પસંદ કરી અને ચાર્વીને તે બુક્સ વિશે પૂછવામાં આવ્યું
  • વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ સ્વયં સુરત ખાતે પધાર્યા હતા

સુરત : આજે જ્યારે બાળકોને મોબાઈલ ફોન સહિતના વિવિધ ગેજેટ્સ પર ગેમ્સ અન્ય પ્રવૃતિનું વળગણ લાગ્યું છે, ત્યારે સુરતની 11 વર્ષીય ચાર્વી ડોરા નામની બાળકીએ માત્ર 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ સિદ્ધિ બદલ ચાર્વીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી ''યંગેસ્ટ ટૂ રીડ ધ મેક્સિમમ નમ્બર્સ ઓફ બુક્સ'' નું ટાઈટલ આપવામાં આવ્યું છે.

ચાર્વી ડોરા

ચાર્વીને પુસ્તકો હાથવગા મળી રહે એ રીતે ઘરમાં રાખવામાં આવતા

શહેરની લુડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં 6 ધોરણમાં અભ્યાસ કરતી ચાર્વી પુસ્તકો પ્રત્યેનું વળગણ અને વર્લ્ડ રેકોર્ડ સુધીની આ સફર અંગે કહે છે કે, નાનપણથી જ તેને બુક વાંચવાનો ખુબ જ શોખ રહ્યો છે. મમ્મી જ્યોતિ ડોરા તેને પુસ્તકો વાંચીને સંભળાવતી અને ચાર્વીને પુસ્તકો હાથવગા મળી રહે એ રીતે ઘરમાં રાખવામાં આવતા. જેને લીધે પુસ્તકો સાથે દોસ્તી થઈ ગઈ.

7 વર્ષની હતી ત્યારે ચાર્વીએ પહેલી બુકની સિરીઝ વાંચી હતી

7 વર્ષની હતી ત્યારે ચાર્વીએ પહેલી બુકની સિરીઝ વાંચી હતી અને આ આખી સિરીઝ તે એક જ મહિનામાં વાંચી ગઈ હતી. આ જોઈને એની મમ્મીએ બીજા મહિનામાં બીજી સિરીઝ વાંચવા માટે આપી, આમ કરતા કરતા ચાર્વી એક બુક વાંચે ત્યાં તો બે નવી બુક તેની પાસે આવી જતી. એની આ રીડિંગની ટેવના કારણે એનું સ્પીકિંગ, રાઇટીંગ અને કોમ્પરીહેન્સન ખૂબ જ નિખર્યું અને આ કારણે ચાર્વીને સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, ઓલમ્પિયાડ અને સ્પેલિંગ રાઇટિંગ જેવી પ્રવૃત્તિઓ અને પરિક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મળે છે.

ચાર્વી ડોરા

ગેજેટની જગ્યા પુસ્તક લઇ શકે તો બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે

ચાર્વીને વાંચન સિવાય ચેસ રમવાનો, વિડીયો મેકિંગ અને પોડકાસ્ટિંગ, સિંગિંગનો પણ ખુબ જ શોખ છે. તેને સ્વિમિંગ કરવું પણ ખૂબ જ પસંદ છે. ચાર્વીના જીવનમાં રીડિંગનો પ્રભાવ જોઇને માતા જ્યોતિબેનને વિચાર આવ્યો કે, આજના સમયમાં જ્યાં દરેક બાળકના હાથમાં ગેજેટ હોવું સામાન્ય ગણાય છે. તેની જગ્યા પુસ્તક લઈ શકે તો બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે છે.

રીડર્સ અડ્ડા નામની સંસ્થા બાળકોમાં વાંચવાની ટેવ પાડે છે

આ વિચાર સાથે એમણે રીડર્સ અડ્ડા નામની સંસ્થાની સ્થાપના કરીને બાળકોમાં વાંચવાની ટેવ કેળવવાની મદદ કરે છે , જેથી બાળકો સતત ગેજેટની કંપનીમાંથી બહાર આવી શકે. તેમના સ્ટુડન્ટ આફ્રિકા, ઓરિસ્સા, દિલ્હી, અમદાવાદ, બરોડા, ગાંધીનગર, રાજસ્થાન અને સુરતથી છે. તેઓ ડોર સ્ટેપ લાયબ્રેરી સર્વિસ પણ આપે છે. જેથી જે મા-બાપ બાળકોને લઈને લાઈબ્રેરી જવાનો ટાઈમ નથી કાઢી શકતા તેવા માતા-પિતાના બાળકોને પણ મદદ મળે.

લાઈફ લોન્ગ લર્નિંગ ક્લબમાંપોડકાસ્ટિંગ જેવી સ્કિલ શીખવાડે છે

ચાર્વી અને માતા જ્યોતિએ ''લાઈફ લોન્ગ લર્નિંગ ક્લબ'' શરૂ કર્યું છે. જેમાં વિડિયો મેકિંગ પોડકાસ્ટિંગ જેવી સ્કિલ શીખવાડે છે અને આજના આ પ્રસંગે ચાર્વીએ તેની ઈન્ક્મમાંથી 1000 બુક્સ આ ક્લબમાં ડોનેટ કરી છે.

આ રીતે સ્થાપિત કર્યો રેકોર્ડ

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓએ ચાર્વીએ વાંચેલી 2000થી વધુ બુકસમાંથી રેન્ડમ 41 બુક્સ પસંદ કરી અને ચાર્વીને તે બુક્સ વિશે પૂછ્યું હતું. ચાર્વીને દરેક બુકનું કન્ટેન્ટ યાદ હતું અને પુસ્તકની સ્ટોરી વિશે કહ્યું. આ માટે ચાર્વીને પાંચ લેપસીસનો ઉપયોગ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ ચાર્વીએ એક પણ વિકલ્પનો ઉપયોગ કર્યા વગર બધા જ જવાબો આપીને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ સ્વયં સુરત પધાર્યા હતા અને સમારોહનું આયોજન કરી ચાર્વીને વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ એનાયત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details