- આંગણવાડીના બાળકોને ગણવેશનું વિતરણ
- કલેક્ટર કચેરી ખાતે કરાયું હતું વિતરણ
- રાજ્યના 33 જિલ્લાઓમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો
સુરતઃ રાજ્યના તમામ શહેરોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આદેશ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ઓનલાઇન પદ્ધતિથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) તથા તમામ બીજા રાજ્યકક્ષાના પ્રધાનોના અધ્યક્ષતા હેઠળ તમામ શહેરોમાં આવેલા આંગણવાડીમાં નાના બાળકોને ગણવેશ (Uniforms) આપવામાં આવ્યો હતો. તે જ રીતે સુરત શહેરમાં પણ ગણવેશ આપવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં કલેક્ટર (Collector) પણ ઓનલાઇન જોડાયા હતા. ત્યારબાદ તેમના દ્વારા એક બાદ એક ઓનલાઈન સિસ્ટમ થકી આંગણવાડીના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારીમાં આ કાર્યક્રમ ઓનલાઇન સિસ્ટમથી કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યપ્રધાને તમામ બાળકો અને તેમના માતા પિતાઓને તથા નગર પ્રાથમિકના શિક્ષકોને આભાર પણ માન્યો હતો.
શહેરના તમામ આંગણવાડીમાં ગણવેશ આપવામાં આવ્યો
રાજ્યના મુખ્યપ્રધાનના આદેશ મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાં તથા જિલ્લા પંચાયતોમાં જ્યાં જ્યાં નગર પ્રાથમિક સ્કૂલો છે ત્યાં અને ત્યાંના આંગણવાડીમાં નાના બાળકોને ગણવેશ (Uniforms) આપવામાં આવ્યો હતો. તે જ રીતે સુરતમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા આંગણવાડીઓમાં નાના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી (Collector's Office) ખાતેથી આની શરૂઆત થઇ હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 3થી 6 વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ AMC દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા કાર્યક્રમનું કરાયું હતું આયોજન
આ કાર્યક્રમ બાબતે સુરત કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે મંગળવારે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાએથી મુખ્યપ્રધાન (Chief Minister)ની અધ્યક્ષતા હેઠળ ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.