- 44.11 લાખની પોલીસી માટે ટોળકીએ રૂપિયા 42.81 લાખ પડાવ્યા
- નવી પોલીસી નહિ લો તો પોલીસ રિલીઝ નહીં થાય
- વિશ્વાસમાં લઇ પેન્શન યોજના સહિતની વિવિધ લોભામણી સ્કીમ આપી
- UPની ટોળકીના 4 સાગરીતોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા
સુરત: દેશ અને રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો થઈ રહ્યો છે. અવાર-નવાર આવા ગુનાઓની ફરિયાદો નોંધાતી હોય છે. જેમાં સુરતમાં નિવૃત્ત બેંક મેનેજરને તેના પિતાની રૂપિયા 50 હજારની પોલિસીના 4 લાખ રૂપિયા જોઈતા હોય તો પોલીસી ઉતારવી પડશે હોવાનું કહી વિશ્વાસમાં લઇ પેન્શન યોજના સહિતની વિવિધ લોભામણી સ્કીમ આપી હતી.
77 લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકી ઝડપાઈ
આ સ્કીમના લીધે બેંક કર્મચારી તેના પરિવાર તેમજ સગા સંબંધીઓના મળી 77 જેટલા લોકો પાસેથી કુલ રૂપિયા 44.11 લાખની પોલીસી ઉતારાવ્યાં બાદ પોલીસી રિલીઝ કરવા માટે GST, ઇન્કમટેક્સ, જીબીઆઇસી અને ગવર્મેન્ટ સિક્યોરિટીના રોકાણના બહાને કુલ રૂપિયા 42.81 લાખ પડાવી લઇ પોલીસી રિલીઝ નહીં કરી છેતરપિંડી કરનારી યુપીની ટોળકીના 4 સાગરીતોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.
2017માં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો