ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉધના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, શું હશે વિશેષતા, જૂઓ

સુરતમાં વર્ષ 2024 સુધીમાં 199.02 કરોડ રૂપિયાના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ (Udhna Railway Station Redevelopment) થશે. તેના ફોટોઝ કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે (Union Railway State Minister Darshana Jardosh) સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ઉધના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, શું હશે વિશેષતા, જૂઓ
ઉધના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, શું હશે વિશેષતા, જૂઓ

By

Published : Jul 20, 2022, 9:17 AM IST

સુરત: વર્ષ 2024 સુધીમાં ઉધના રેલવે સ્ટેશનની કાલાકલ્પ થઈ જશે. કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે (Union Railway State Minister Darshana Jardosh) સોશિયલ મીડિયા પર ભવિષ્યમાં રેલવે સ્ટેશન કેવું લાગશે તેના ગ્રાફિકલ ફોટો શેર કર્યા હતા. કેન્દ્રિય પ્રધાન દર્શન જરદોશે જણાવ્યું હતું કે, વર્ષ 2024ના જૂન મહિના સુધીમાં કુલ 199.02 કરોડના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ થઇ જશે.

ઉધના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા -ઉધના રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ (Udhna Railway Station Redevelopment) માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. ગુજરાતનું પ્રથમ એલિવેટેડ કોનકોર્સ પણ તૈયાર કરાશે. રેલવે સ્ટેશન (Modern facility in Udhana Railway Station) પર બાળકો માટે રમવાના સાધનો અને રેસ્ટોરાંનું પણ નિર્માણ કરવામાં આવશે. વર્ષ 2060 સુધી ઉધના રેલવે સ્ટેશન પરથી રોજના 1 લાખથી વધુ લોકો અવરજવર કરશે તેવો અંદાજ માંડવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Somnath Railway Station: સોમનાથ રેલવે સ્ટેશનનો નવો લુક જોયો કે નહીં...

એસ્કલેટર્સ પણ મૂકાશે -રાજ્યના પ્રથમ એલિવેટેડે કોનકોર્સ માટે ઉધનાના પ્લેટફોર્મ નંબર 1 અને 2ની ઉપર 9 મીટર ઊંચાઈએ 40 મીટર પહોળો અને 60 મીટર લાંબો એલિવેટેડ એરિયા બનાવાશે. જ્યારે 4 લિફ્ટ તેમ જ 3 એસ્કેલેટર્સ પણ હશે. આ ઉપરાંત અહીંથી તમામ પ્લેટફોર્મ પર પહોંચી શકાય તે રીતે એસ્કેલેટર્સ પણ મુકવામાં આવશે. રેલવે સ્ટેશનના (Modern facility in Udhana Railway Station) વેઈટિંગ એરિયામાં ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે તેની માહિતી એલઈડી સ્ક્રીન પર જણાવવામાં આવશે. રેલવે સ્ટેશનના વેઈટિંગ લોંજમાં બેઠાં-બેઠાં મુસાફરો ટ્રેનોને પસાર થતી જોઈ શકશે.

કેન્દ્રિય પ્રધાને શેર કર્યા ફોટોઝ

આ પણ વાંચો-Sabarmati Railway Station: અમદાવાદ સ્ટેશનથી ચલાવાતી ટ્રેનો હવે અહીંથી ચલાવાશે...

આ વિશેષ સુવિધાઓ હશે -રેલવે સ્ટેશન દિવ્યાંગ ફ્રેન્ડલી હશે. અહીં દિવ્યાંગ પ્રવાસી સરળતાથી રેલવે સ્ટેશન પર ફરી શકે અને સંસાધનોનો ઉપયોગ કરી શકે એવી ડિઝાઇન હશે. આ રેલવે સ્ટેશન સ્માર્ટ અને ગ્રીન (Udhna Railway Station Smart and Green) ઈકોફ્રેન્ડલી હશે. સાથે જ પૂરતો પેસેન્જર અને વ્યવસાયિક એરિયા પણ મળશે.

ABOUT THE AUTHOR

...view details