ગુજરાત

gujarat

ETV Bharat / city

કામરેજ નજીક કાર પલટી જતા સુરતના બે યુવકોના મોત, એકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો - અકસ્માત

સુરત જિલ્લાના કોસમાડી ગામની સીમમાં કામરેજ તરફથી આવી રહેલ એક કાર એકાએક પલટી મારતા કારમાં સવાર ત્રણ પૈકી બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા તેમજ ડ્રાઈવરને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

કામરેજ નજીક કાર પલટી જતા સુરતના બે યુવકોના મોત
કામરેજ નજીક કાર પલટી જતા સુરતના બે યુવકોના મોત

By

Published : Mar 14, 2021, 9:50 AM IST

  • વૃક્ષ સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઈ
  • કારમાં ત્રણ લોકો સવાર હતા, 2 વ્યક્તિના મોત
  • ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

બારડોલી: કામરેજ તાલુકાના કોસમાડી ગામ નજીક કોસમાડી વિહાણ રોડ પર પુરઝડપે પસાર થતી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં, કાર રોડની બાજુમાં એક વૃક્ષ સાથે અથડાયા બાદ ખાડામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સુરતના 2 યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે, ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ભાભર ખારા રોડ પર ઈકો કાર અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત, 1નું મોત

ચાલકે કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે અથડાઇ

કામરેજ તાલુકાના કોસમાડી ગામ ખાતેથી વિહાણ તરફ જતા રોડ ઉપર પુરઝડપે આવી રહેલી GJ-05-JS-4256 નંબરની કારના ચાલકે કોસમાડી નજીક વળાંક આવતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી અને રોડની સાઈડમાં આવેલ બાવળના ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત બનતાની સાથે જ કોસમાડી ગામમાં રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર 3 વ્યક્તિઓને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:સુરતમાં વહેલી સવારે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત

ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકોના સ્થળ પર મોત

કારમાં સવાર 3 પૈકી 2 વ્યક્તિ ભાવેશ મધુ કાનાણી (મહાલક્ષ્મી સોસાયટી, પૂણાગામ, સુરત) તેમજ ઘનશ્યામ પડવા ભેસાણિયા (શુભશાંતિ સોસાયટી, ઉમરાગામ) ને શરીરે ગંભીર ઇજા પહોંચતા બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે, કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details