ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં TRB જવાનો દ્વારા રૂપિયા પડાવતા હોવાનો વીડિયો વાયરલ - Money laundering video goes viral

સુરતમાં TRB જવાનો લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. એક તરફ સુરત પોલીસ આઈફોલો અભિયાન ચલાવી લોકોની વાહવાહી મેળવી રહી છે, ત્યારે બીજી તરફ આવા TRB જવાનોને કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે.

two-trb-personnel
સુરતમાં TRB જવાનો દ્વારા રૂપિયા પડાવતા હોવાનો વીડિયો વાયરલ

By

Published : Aug 7, 2020, 8:32 PM IST

સુરતઃ શહેરમાં TRB જવાનો લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. એક તરફ સુરત પોલીસ આઈફોલો અભિયાન ચલાવી લોકોની વાહવાહી મેળવી રહી છે, ત્યારે બીજી તરફ આવા TRB જવાનોને કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે.

સોશિયલ મીડિયામાં સહારા દરવાજા ખાતે ફરજ બજાવતા TRB જવાનનો વીડિયો વાયરલ થયો છે, જેમા બે પૈકી એક TRB જવાન સૌ પ્રથમ બાઈક ચાલકની બાઈકમાંથી ચાવી કાઢી લે છે અને ત્યારબાદ તેની સાથે ચર્ચા કરે છે, જયારે બીજો TRB જવાન અન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા લઇ રહ્યો છે.

સુરતમાં TRB જવાનો દ્વારા રૂપિયા પડાવતા હોવાનો વીડિયો વાયરલ

ત્યારબાદ અન્ય TRB જવાન બાઈક ચાલકને ધક્કો મારી બાઈક લઇ જાય છે, જો કે, યુવક તેઓને બાઈક ન લઇ જવા માટે આજીજી પણ કરે છે. આ વીડિયો હાલ સુરતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થયા બાદ લોકો TRB જવાનની આવી કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. એક તરફ કોરોના વાઇરસની મહામારીને લઈને લોકોની હાલત કફોડી બની છે તેમજ ધંધા રોજગાર પણ બંધ છે, ત્યારે આ પ્રકારની કામગીરી કેટલી યોગ્ય છે?

સુરત પોલીસ એક તરફ આઈફોલો અભિયાન ચલાવી લોકોની વાહવાહી મેળવી રહી છે, તો બીજી તરફ આવા TRB જવાનોને કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા પગલા લે છે અને કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

ABOUT THE AUTHOR

...view details