ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની બે વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટ્રોનોટ સર્ચ કેમ્પઇન અંતર્ગત ક્ષુદ્રગ્રહ શોધ્યો - ચૈતન્ય વિદ્યા સંકુલ

સુરતની ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટ્રોનોટ સર્ચ કેમ્પઇન અંતર્ગત ક્ષુદ્રગ્રહ( એસ્ટ્રોઇડ ) શોધી કાઢ્યો છે. જે ભવિષ્યમાં પૃથ્વી પરથી પસાર થઈ શકે છે અથવા તો પૃથ્વી ઉપર જોખમ ઊભું કરી શકે છે.

ETV BHARAT
સુરતની બે વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટ્રોનોટ સર્ચ કેમ્પઇન અંતર્ગત ક્ષુદ્રગ્રહ શોધ્યો

By

Published : Jul 25, 2020, 8:10 PM IST

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ચૈતન્ય વિદ્યા સંકુલ શાળાના ધોરણ-10માં અભ્યાસ કરતી વૈદેહી વેકરીયા અને રાધિકા લાખાણી નામની બન્ને વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટરોઇડ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો. આ કેમ્પેઈનની અંદર વિદ્યાર્થિનીઓને બ્રહ્માંડમાં સ્થિર અને પરિભ્રમણ કરતા ગ્રહોની શોધખોળ કરવા અંગેનું એક મિશન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ વિદ્યાર્થિનીઓએ મંગળની નજીક ભ્રમણકક્ષામાં ફરતો એક ક્ષુદ્રગ્રહ શોધી કાઢ્યો છે.

સુરતની બે વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટ્રોનોટ સર્ચ કેમ્પઇન અંતર્ગત ક્ષુદ્રગ્રહ શોધ્યો

આ અંગે નાસાને પણ જાણ કરવામાં આવી હતી. જેને લઇને નાસાએ પણ સ્વીકૃતિ આપી છે. આ બન્ને વિદ્યાર્થિનીઓ ગુજરાતની પહેલી વિદ્યાર્થિનીઓ છે, જેમને આ પ્રકારનો પરિભ્રમણ કરતો ક્ષુદ્રગ્રહ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થિનીઓને પેન સ્ટાર ટેલિસ્કોપ અમેરિકાના હવાઈ ખાતે આવેલા છે. તેના દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફને વિધાર્થિનીઓ દ્વારા અધ્યતન સોફ્ટવેર અને આ ટેકનિકનો ઉપયોગ કરી ક્ષુદ્રગ્રહની શોધ કરવામાં આવે છે. આ અંગે સુરતની સ્પેસ નામની સંસ્થા વિદ્યાર્થિનીઓને ટ્રેનિંગ આપે છે અને સતત તેમને આવી શોધ કરવા પ્રોત્સાહન પુરૂં પાડે છે.

ABOUT THE AUTHOR

...view details