સુરત:દેશમાં હાલ સિનેમા ગૃહમાં સાઉથની ફિલ્મ પુષ્પા સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. ચંદનના વૃક્ષોની ચોરીના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેને જોઈ સુરતના ચંદન ચોરી કરનાર ફરી સક્રિય બન્યા હોય એમ લાગી રહ્યું છે. ચંદન વૃક્ષોની શહેરના ગાંધીબાગમાંથી ચોરી (sandalwood trees stolen from Gandhibagh) કરવામાં આવી છે. જેને લઇને ગાર્ડન વિભાગ દોડતું થઇ ગયું છે. ગાંધીબાગ માંથી પાંચ મહિના પહેલાં પણ આ જ રીતે ચંદનના વૃક્ષની ચોરી થઇ હતી અને ત્યારે પણ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી ચોર પોલીસ પકડથી દુર છે. હવે ફરીથી આ બાબતે ગાર્ડન વિભાગ દ્વારા સિક્યુરિટી એજન્સીઓએ પોલીસમાં ફરિયાદ કરી છે.
સુરતમાં પણ પુષ્પા ફિલ્મની જેમ ચંદન ચોર સક્રિય આ પણ વાંચો: સુરતના ગાંધીબાગમાં ચંદનના ઝાડને કાપી કરાઈ ચોરી
આ પણ વાંચો: ડ્રગ્સ બાદ હવે મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 4 કરોડનું રક્ત ચંદન ઝડપી પાડ્યું
ચારથી પાંચ ફૂટનું વૃક્ષ કાપીને લઇ ગયા
આ ચોરીની ઘટના 25મી જાન્યુઆરીએ બની છે. 26મીએ ગાર્ડનમાં સુપરવાઈઝરે રાઉન્ડ મારતા જોયુ કે બે ચંદનના વૃક્ષ ચોરાઈ ગયા છે. તેને ચોરી કરવા માટે પણ નીચેથી બે સળિયા કાપી નાખ્યા છે. ચારથી પાંચ ફૂટનું વૃક્ષ કાપીને લઇ ગયા છે. પાંચ મહિના પહેલાં પણ ચોરી થઇ હતી. ગાર્ડનમાં હાલ ચંદનના 10 જેટલા ઝાડ છે. જેને રોજે રોજે સિક્યુરિટી અને સુપરવાઈઝરે રાઉન્ડ મારી ચેક કરે છે. પોલીસ ફરિયાદમાં સિક્યુરિટી ઓફિસરને જાણ કરી છે તે પોલીસ ફરિયાદ કરશે એમ કહ્યું છે તથા અહીંથી લેખિતમાં પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે.
સુરતમાં પણ પુષ્પા ફિલ્મની જેમ ચંદન ચોર સક્રિય